guidelines for international arrivals: ઓમીક્રોન સંકટઃ ભારત સરકારે વિદેશથી આવતાં મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી – union health ministry revises guidelines for international arrivals in india

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઓમીક્રોન વેરિયન્ટને લઈ ભારત સરકાર સતર્ક
  • કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી આવતાં પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
  • વિદેશથી આવતાં પ્રવાસીઓને RT-PCR રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન હાલ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો એક વિષય છે. આ વેરિયન્ટ હાલ વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેવામાં ભારત સરકાર પણ ઓમીક્રોન વાયરસને લઈને સતર્ક છે અને દેશ આ વેરિયન્ટની ચપેટમાં ન આવે તે માટે સતત મીટિંગો ચાલી રહી છે અને નવા નિયમો પણ બનાવી રહી છે. હાલમાં જ સરકારે હવે વિદેશ આવતાં યાત્રિકો માટેની ગાઈડલાઈનમાં સુધારો કરીને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં હવે વિદેશથી ભારત આવવા માગતા યાત્રિકોને પોતાનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે અને સાથે-સાથે ભારતમાં 14 દિવસની યાત્રાની વિગતો પણ આપવી પડશે.

ઓમીક્રોન વેરિયન્ટને કારણે મોદી સરકાર દ્વારા હાઈ લેવલ મીટિંગ પણ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત નવા વેરિયન્ટની તમામ ખબરો પર મોદી સરકાર ચાંપતી નદર રાખી રહી છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમાં ભારત આવતાં મુસાફરો માટે અનેક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર નવા વેરિયન્ટની ચપેટમાં આવેલાં દેશોનાં યાત્રીઓના આગમન બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ મુસાફરોને ટેસ્ટના રિપોર્ટની રાહ જોવી પડશે. અને જો રિપોર્ટ નેગેટિવ આવે છે તો તેઓને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. અને 8મા દિવસે ફરીથી કોરોના ટેસ્ટ કરાવવોમ પડશે, અને આ ટેસ્ટ પણ જો નેગેટિવ આવે છે તો, આગામી સાત દિવસ સુધી સેલ્ફ મોનિટર કરવું પડશે.
15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરું કરવા પર કેન્દ્ર અસમંજસમાં, અનેક દેશોએ પ્રતિબંધ લગાવ્યો
નવી ગાઈડલાઈન્સ મુજબ હાઈ રિસ્કવાળા દેશોને છોડીને અન્ય દેશોના યાત્રિકોને એરપોર્ટથી બહાર જવાની મંજૂરી હશે અને 14 દિવસો માટે તેઓેને સેલ્ફ મોનિટરિંગ કરવું પડશે. કુલ એર પેસેન્જર્સમાંથી 5 ટકાને એરાઈવલ પર એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. એરપોર્ટ પર હાજર એરપોર્ટકર્મી કુલ મુસાફરોના પાંચ ટકા મુસાફરોનો ટેસ્ટ કરી શકે છે.

ભારતે બ્રિટેન સહિત યુરોપના તમામ દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, હોંગકોંગ, ઈઝારયલ સહિતનાં દેશોને રિસ્ક ઝોનમાં સામેલ કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં અગાઉ બે લોકોને ઓમીક્રોન વેરિયન્ટનો વાયરસ હોવાની ચર્ચા થઈ રહી હતી, પણ રિપોર્ટ બાદ તેમનામાં ડેલ્ટા વેરિયન્ટનો કોરોના વાયરસ જોવા મળ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *