gst latest news: GST કાયદામાં 1 જાન્યુઆરીથી થઈ રહ્યા છે મોટા ફેરફારોઃ તમને કેવી અસર પડશે? – host-of-changes-in-gst-law-to-come-into-effect-from-jan-1

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પેસેન્જર ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરન્ટ સર્વિસ દ્વારા અપાતી સેવા પર ઈ-કોમર્સ ઓપરેટર્સની જવાબદારી નક્કી થશે
  • ઓટો રિક્શા ડ્રાઇવરો દ્વારા ઓફલાઇન કે મેન્યુઅલ આપવામાં આવેલી સર્વિસ GSTથી મુક્ત રહેશે
  • ઉપરાંત GST રિફંડ ક્લેમ કરવા માટે આધાર ઓથેન્ટિકેશનને પણ ફરજિયાત કરાશે

GST કાયદાને લગતી ઘણી ફરિયાદો છે અને તેના કારણે તેમાં 1 જાન્યુઆરીથી કેટલાક મોટા ફેરફાર થવાના છે. તેમાં પેસેન્જર ટ્રાન્સપોર્ટ અથવા રેસ્ટોરન્ટ સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવેલી સર્વિસ પર ઈ-કોમર્સ ઓપરેટર્સની જવાબદારી નક્કી કરવામાં આવશે.

આ ઉપરાંત ફૂટવેર અને ટેક્સ્ટાઈલ સેક્ટરમાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવશે જે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. હવેથી ફૂટવેરનો ભાવ ભલે ગમે તે હોય, તેના પર 12 ટકાના દરે GST લાગશે. જ્યારે કોટનને બાદ કરતા તમામ ટેક્સ્ટાઈલ પ્રોડક્ટ પર પણ GSTનો દર 12 ટકા રહેશે. તેમાં રેડીમેડ ગારમેન્ટ પણ સામેલ છે.

ઓટો રિક્શા ડ્રાઇવરો દ્વારા ઓફલાઇન કે મેન્યુઅલ આપવામાં આવેલી પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસને GSTથી મુક્ત રખાશે. પરંતુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા આવી કોઈ પણ સર્વિસ પર 1 જાન્યુઆરી, 2022થી 5 ટકાના દરે GST લાગુ થશે.

પ્રોસિઝરને લગતા જે ફેરફારો લાગુ થવાના છે તે સ્વિગી અને ઝોમેટો જોવા ઇ-કોમર્સ ઓપરેટર્સને અસર કરશે. તેમના દ્વારા અપાયેલી રેસ્ટોરન્ટ સર્વિસ માટે હવે GST વસુલવાનું અને સરકારમાં ડિપોઝિટ કરવાનું ફરજિયાત બનશે. તેમણે આવી સેવાઓ માટે ઇનવોઈસ પણ આપવાના રહેશે.

છેવાડાના ગ્રાહક પર તેનાથી કોઈ વધારાનો ટેક્સ બોજ નહીં આવે કારણ કે રેસ્ટોરન્ટ્સ હાલમાં ટેક્સ વસુલીને તેને ડિપોઝિટ કરે છે. હવે માત્ર ડિપોઝિટની જવાબદારી અને ઇનવોઇસ બનાવવાની જવાબદારી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર ઢોળવામાં આવી છે.

આ ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા છે, કારણ કે સરકારને લાગે છે કે ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સ દ્વારા છેલ્લા બે વર્ષમાં બહુ ઓછી રકમ દેખાડવામાં આવી છે. તેના કારણે સરકારે બે વર્ષમાં 2000 કરોડનો ટેક્સ ગુમાવ્યો હોવાનો અંદાજ છે.

સરકારનું કહેવું છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર GST ડિપોઝિટની જવાબદારી નાખવાથી ટેક્સની ચોરી અટકાવી શકાશે.

આ ઉપરાંત GST રિફંડ ક્લેમ કરવા માટે આધાર ઓથેન્ટિકેશનને પણ ફરજિયાત કરાશે. કોઈ પણ બિઝનેસે અગાઉના મહિનામાં ટેક્સ ચુકવ્યો ન હોય અને GSTR-3B ભર્યો હોય તો તેમને GSTR-1 ભરવા દેવામાં નહીં આવે.

હાલના કાયદા પ્રમાણે વેપારી અગાઉના બે મહિના માટે GSTR-3B ન ભરે તો આઉટવર્ડ સપ્લાય અથવા GSTR-1 ના રિટર્ન ભરવાનું મુશ્કેલ બની જાય છે.

બિઝનેસ જૂથો ચોક્કસ મહિનાનો GSTR-1 ત્યાર પછીના મહિનાની 11 તારીખ સુધીમાં ભરે છે, ત્યારે GSTR-3Bને ત્યાર પછીના મહિનાની 20મી અને 24મી તારીખ વચ્ચે તબક્કાવાર રીતે ભરવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *