[ad_1]
હાઈલાઈટ્સ:
- વિરોધ દર્શાવવા માટે એક દિવસ માટે કાપડ બજાર બંધ રાખવામાં આવશે.
- કાપડ ઉદ્યોગમાં જીએસટી રેટ 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો.
- સુરતના કાપડ બજારની 70,000થી વધારે દુકાનો આજે બંધ પાળશે.
નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી, 2022થી કાપડ ઉદ્યોગમાં ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડિશન પર જીએસટી પાંચ ટકાથી વધીને 12 ટકા થવાનો છે. કેન્દ્રીય નાણાં વિભાગના આ નિર્ણયનો વિરોધ પહેલાથી કરવામાં આવી રહ્યો છે. એક મહિના પછી પણ સ્થાનિક ટેક્સટાઈલ મંત્રી અને નવસારીના સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆત પછી પણ ઉકેલ ન આવતા ફેડરેશન દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે.સુરતમાં આજે 165 જેટલા કાપડના માર્કેટ બંધ રહેશે. બંધ પાળીને આ દુકાનદારો વિરોધ પ્રદર્શિત કરશે.
નોંધનીય છે કે સુરતમાં 165 જેટલી કાપડ માર્કેટમાં લગભગ 70,000થી વધારે દુકાનો આવેલી છે. આ તમામ દુકાનો એખ દિવસ માટે બંધ પાળશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં તમામ લોકોએ સાથે મળીને આગળ વધવાનું છે. રોટી, કપડા અને મકાન દરેકની જરૂરિયાત છે અને ટેક્સટાઈલ એકમાત્ર એવું ક્ષેત્ર છે જેની જરૂર દરેકને જ પડે છે.
વેપારીઓ જીએસટી વધારાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ પણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર મોકલ્યો હતો. ફેડરેશનનું કહેવું છે કે આમ આદમી પાર્ટી તરફથી સ્વતંત્ર રીતે આવેદન મોકલવામાં આવ્યુ હતું, તેમના વેપારીઓ સાથે જોડાયા નહોતા. સુરતના ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર.પાટિલ જણાવે છે કે, આ આંદોન પાછળ કાજકીય હાથ છે, તેઓ વેપારીઓને આગળ કરીને વિરોધ કરી રહ્યા છે. પરંતુ ફેડરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, અમે માત્ર જીએસટી પાંચ ટકા થઈ જાય તેવી માંગ કરીએ છીએ, અમારો કોઈ રાજકીય હિત નથી.
[ad_2]
Source link