[ad_1]
હાઈલાઈટ્સ:
- ગ્રામ રક્ષક દળની 600 જગ્યાની ભરતી માટે હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા પડી ભાંગી.
- ઉમટેલા ઉમેદવારોએ પોતાના વહેલો વારો આવે તે માટે ધક્કામુક્કી કરતાં પોલીસે અંતે બળ પ્રયોગ કરવો પડ્યો.
- બીજી તરફ જીઆરડી જેવી ભરતી માટે આટલી બધી ભીડ જોઈને રોજગારી અંગેના દાવાઓ પર પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે.
હાલ સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે. આગામી નજીકના સમયમાં આવી રહેલી લોક રક્ષક દળ, તેમજ PSI માટેની ભરતીને પણ ખૂબ જ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ તૈયારી કરતા નજરે પડી રહ્યા છે. જોકે જેટલા ઉમેદવારો ભરતી માટે ઉમેદવારી નોંધાવે છે તેની સામે તંત્રની પૂરતી તૈયારી ન હોય તો અવ્યવસ્થા સર્જાતી હોય છે. ત્યારે પાલનપુરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ગ્રામ રક્ષક દળ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે તેમાં મોટી સંખ્યામાં યુવકો આવી જતા પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા લાઠીનો પણ સહારો લેવામાં આવ્યો હતો.
600 જેટલી જગ્યા માટે હજારોની સંખ્યમાં સરકારી નોકરી મેળવવા યુવકોનો ધસારો જોવા મળી રહ્યો છે.. તો બીજી તરફ પોલીસ પણ ભીડને નિયંત્રિત કરવા હાથમાં લાઠીનો સહારો લેતી જોવા મળી હતી. આ રીતે જીઆરડી જેવી ભરતીમાં પણ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પડતા ગુજરાતમાં બેરોજગારીને લઈને કરવામાં આવતા દાવા અંગે અનેક પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે. અહીં એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે ભરતીની જાહેરાત કરવામાં આવી ત્યારે શું તંત્રને અંદાજો નહોતો કે કેટલી ભીડ ઉમટશે. અને જો હતો તો પછી કેમ એ મૂજબની તૈયારીઓ ન કરવામાં આવી.
[ad_2]
Source link
Leave a Reply