gram panchayat election result: ગ્રામ પંચાયતનું પરિણામ: યુવકને માત્ર 1 જ વોટ મળ્યો, મોડલ એશ્રા પટેલનું શું થયું? – gram panchayat result: candidate got only one vote in charavala village, model ashra patel loses in kavitha

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વલસાડ જિલ્લાની છરાવાળા ગ્રામ પંચાયતમાં એક વોર્ડના સભ્યપદના ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો.
  • સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલની થઈ હાર.
  • મોરબી તાલુકાના નારણકા ગામમાં દેરાણી-જેઠાણી પર ભત્રીજા વહુ ભારે પડી.

અમદાવાદ: રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. કેટલીક ગ્રામ પંચાયતમાં ભારે રસાકસીભર્યા પરિણામ સામે આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ આશ્ચર્યજનક અને ઉમેદવારોને આંચકો આપતા પરિણામો પણ જોવા મળ્યા છે. આવું જ એક પરિણામ વલસાડ જિલ્લાના છરાવાળા ગ્રામ પંચાયતમાં સામે આવ્યું છે. અહીં એક ઉમેદવારને માત્ર 1 જ વોટ મળતાં તે જાહેરમાં રડી પડ્યો હતો.

વલસાડના વાપી તાલુકાની છરાવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ વોટ મળ્યો છે. 12 સભ્યોનો પરિવાર ધરાવતા આ ઉમેદવારને માત્ર 1 જ વોટ મળ્યો છે. સંતોષ હળપતિ નામના આ ઉમેદવારને તેની પત્નીએ પણ વોટ ન આપ્યો હોવાનું જણાતા ઉમેદવાર જાહેરમાં રડી પડ્યો હતો.
પંચાયત ચૂંટણી પરિણામ: કાંકરેજમાં 21 વર્ષની યુવતી સરપંચ, ચાણસ્મામાં માતા સામે પુત્ર હાર્યો
આ વખતની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સંખેડા તાલુકાના કાવીઠા ગામની ચૂંટણી પણ ભારે ચર્ચામાં રહી હતી. આ ગામમાં મુંબઈની ગ્લેમર દુનિયાની મોડલ એશ્રા પટેલે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, એશ્રા પટેલનો 129 મતે પરાજય થયો છે. એશ્રાને 430 મત મળ્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી જ્યોતિબેન સોલંકીને 559 મત મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે એશ્રા પટેલ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજભાઈ સોલંકીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવાઈ રહ્યું છે. ગત મોડી સાંજે મતદાન મથકે બબાલ થઈ હતી. હવે એટ્રોસિટી એક્ટ હેઠળ એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાવાઈ છે.

એશ્રા પટેલ મુંબઈમાં મોડલિંગ કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોન્ડ્સ, પેન્ટિન, પ્રોવોગ, એશિયન પેઈન્ટ્સ, રેમન્ડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. તેમજ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.
સરપંચ પદના મહિલા ઉમેદવારનું પરિણામ પહેલા જ હાર્ટએટેકનું મોત નીપજ્યું
નારણકા ગામમાં દેરાણી-જેઠાણી સામે ભત્રીજા વહુનો વિજય
મોરબી તાલુકાના નારણકા કામે સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક હતી અને સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અમરતબેન ધનજીભાઈ બોખાણી અને જેઠાણી ચંપાબેન કાનજીભાઈ બોખાણીને પછાડીને ભત્રીજા વહુ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી વિજેતા બન્યા છે.

નાના ભાઈએ મોટા ભાઈને હરાવ્યો
પાટણ તાલુકાના ગજા ગામે સરપંચ પદ માટે કાકા-બાપાના બે ભાઈઓ વચ્ચે જંગ હતો. આજે આવેલા પરિણામમાં નાના ભાઈએ મોટા ભાઈન 71 મતે હરાવી દીધા હતા. મોટા ભાઈ ઠાકોર પ્રતાપજી ચંદનજીને 196 મત મળ્યા હતા. જ્યારે નાના ભાઈ ઠાકોર જવાનજી સોવનજીને 267 મત મળ્યા હતા.

ચટાકેદાર ચટણી સાથે અહીંની કચોરી, સેવ-મમરા ના ખાધા હોય તેવો અમદાવાદી શોધવો મુશ્કેલ છે!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *