[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Nov 27, 2021, 4:53 PM
મંગળવારે ગોંડલ પાસે સુરતના પરિવારને નડેલા અકસ્માતમાં નોંધારી બની ગયેલી ત્રણ દીકરીઓ માટે સમગ્ર સમાજ આગળ આવ્યો. દાનની સરવાણી વહી.

હાઈલાઈટ્સ:
- 6 વર્ષની નાની દીકરી ગાડીની પહેલી પલટીમાં બહાર ફંગોળાઈ જતા બચી ગઈ, બાકીના 6 મૃત્યુ પામ્યા.
- મદદ માટેની અપીલના 18 કલાકમાં લાખો રુપિયા દીકરીઓના એકાઉન્ટમાં જમા થયા, કેટલાક રોકડ પણ આપી ગયા.
- ત્રણેય દીકરીઓ માટે 11-11 લાખની ફિક્સ ડિપોઝીટ કરાવવાની આશા, રાજ્ય સરકાર પણ કરશે સહાય.
સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ દીકરીઓને મદદ માટે આગળ આવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને લોકો સહાય નહીં પણ દીકરીઓ માટે પ્રેમ દર્શાવતા હોય તે રીતે આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. રાજકોટના ગોંડલ નજીક અકસ્માતમાં કઠોદરાના અને મૂળ અમરેલી જિલ્લાના ગઢીયા પરિવારના કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડરનું કૂદી સામે તરફથી આવતી એસટી બસ સાથે અથડાતા એક જ પરિવારના છ વ્યક્તિઓના મોત થયા હતા. જયારે છ વર્ષીય પુત્રી જેનીનો બચાવ થયો હતો.
કાળજું કંપાવી દે તેવા આ અકસ્માતમાં ગઢીયા અને બાંભરોલીયા પરિવારના છ સભ્યોના મોત થતા ત્રણ દીકરીઓ નોધારી બની છે. જેમાં પ્રફુલ્લ બાંભરોલિયાના પરિવારમાં બે દીકરી છે. 17 વર્ષીય બંસરી અને 6 વર્ષીય જેની, જયારે ગઢીયા પરિવારમાં 8 વર્ષીય દ્રષ્ટિનો સમાવેશ થાય છે. આ ત્રણ દીકરીઓ હાલ અનાથ થઇ ગઈ છે. ત્રણેય દીકરીઓની વહારે લોકો આગળ આવી રહ્યા છે. દરેક સમાજના લોકોને માનવ સેવા એ જ પ્રભુસેવા અને બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાર્થક બનાવવા હાકલ કરી છે. વરાછા બેંકમાં ત્રણેય દીકરીઓના નામે એકાઉન્ટ ખોલીને રકમ જમા કરાવવામાં આવી રહી છે.
શું હતો બનાવ
મૂળ બગસરા પાસેના મૂંજિયાસરના વતની અશ્વિન ગોવિંદભાઇ ગઢિયા (38), પત્ની સોનલબેન (38), પુત્ર ધર્મિલ (12), માતા શારદાબેન (56), બનેવી પ્રફુલ બાંભરોલિયા, બહેન ભાનુબેન અને ભાણેજ દ્રષ્ટિ (8)કારમાં અમરેલીના ધારીમાં માસીના દીકરીના લગ્નમાં જવા ગત મંગળવારે સવારે નીકળ્યા હતા. સાંજે ખોડલધામના દર્શન કરી મૂંજિયાસર જઈ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાતા અશ્વિનભાઈ, સોનલબેન, ધર્મિલ, શારદાબેન, પ્રફુલભાઈ અને ભાનુબેનનું મોત થયું હતું. જ્યારે દ્રષ્ટિ નામની બાળકીનો બચાવ થયો હતો.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply