[ad_1]
હાઈલાઈટ્સ:
- બેંગલુરુથી પટના જતી ફ્લાઇટનું હવામાં જ એક એન્જિન ખામીયુક્ત થયુ
- પાયલોટે નજીકમાં નજીક રહેલા નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની મંજુરી માંગી હતી
- નાગપુર એરપોર્ટના ડિરેક્ટરના કહ્યા મુજબ, સદનસીબે વિમાનનું સલામત ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, બેંગલુરુથી પટના જઇ રહેલા Go Airના એક વિમાનમાં ઉડાન ભર્યા બાદ એન્જિનમાં મોટી ટેકનીકલ ખામી સામે આવી હતી. જે પછી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આ ઘટના વિશે નાગપુર એરપોર્ટના એક ઉચ્ચ અધિકારીઓ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, એન્જિનમાં ખરાબી હોવાને લીધે સવારે 11 વાગ્યે નાગપુર એરપોર્ટ પર વિમાનનું સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 139 મુસાફરો અને કેબિન ક્રૂ સ્ટાફ હાજર હતો.
નાગપુર એરપોર્ટના ડિરેક્ટર આબિદ રુહીએ જણાવ્યું કે, Go Airની ફ્લાઇટના પાયલોટએ નાગપુર એટીસી સાથે સંપર્ક કરી જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન વિમાનના એક એન્જિનમાં ટેકનીકલ ખામી સામે આવી છે. પાયલોટે નાગપુર એરપોર્ટ પર વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પાયલોટ અને ક્રૂ કેબિન સિવાય વિમાનમાં 139 મુસાફરો સવાર હતા.
તેમણે જણાવ્યું કે, મેસેજ મળતાં જ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરવામાં આવી હતી અને આ માટે પૂર્વ તૈયારી કરતાં રનવે, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી સેવાઓને તૈનાત કરી દીધી હતી. આ સાથે પોલીસને પણ આ અંગે પૂર્ણ માહિતી આપી દીધી હતી. તેમનું કહેવુ છે કે સદનસીબે વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું અને વિમાનમાં હાજર તમામ મુસાફરો સહિત કેબિન ક્રૂને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તમામ મુસાફરો Go Air ટર્મિનલ પર રાહ જોઇ રહ્યા છે અને તેમના માટે આગળની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
[ad_2]
Source link
Leave a Reply