[ad_1]
હાઈલાઈટ્સ:
- કેટરિંગના ધંધાની આડમાં છોકરીઓની સોદાબાજી થતી હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો
- છોકરીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાતવા અધિકારીઓ ચોંકી ઉઠ્યા
- સુરતમાં માનવ તસ્કરીની ઘટનાઓ માથું ઉંચકતા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી
કેટરિંગના બહાને ડીસામાં 4 લાખમાં કરી સોદેબાજી
પ્રાપ્ત માહિતી પ્રમાણે છોકરીને કેટરિંગના બહાને ડીસા લઈ જઈ દલાલ મારફતે રાજસ્થાનની યુવકને 4 લાખ રૂપિયામાં વેચી દેવાઈ હતી. ત્યારબાદ આ યુવકે બળજબરીથી લગ્ન કરીને આધ્રપ્રદેશ લઈ જઈને છોકરીનું યોનશોષણ કરતો હોવાનો ખુલાસો થતાં પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
છોકરીએ લિંબાયતમાં પોલીસને હકીકત જણાવતા અધિકારીઓ પણ ચોંક્યા
મીડિયા રિપોર્ટ અનુસાર, આધ્રપ્રદેશથી પરત સુરત ફરેલી છોકરીએ લિંબાયત પોલીસ સમક્ષ સમગ્ર હકીકત બયાન કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. લિંબાયત પોલીસે આ મામલે ઝીરો નંબરથી અપહરણ, બળાત્કાર, મારપીટ, ધાકધમકી, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો અને બાદમાં આ ફરિયાદ ડીસા રૂરલ પોલીસને ટ્રાન્સફર કરી દીધી હતી. છોકરીઓની સોદાબાજીના મુખ્ય સૂત્રધાર કાળુસિંહ ઠાકોર સહિત 8 જણા સામે ગુનો નોંધાયો હતો.
સુરતમાં માનવ તસ્કરીની અનેક ઘટનાઓ બની ચૂકી છે
ઉલ્લેખનીય છે કે, સુરતમાં બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટે આકરી સજા ફટકારી છે બાળકીઓ અને સગીરાઓ સલામત ન હોય તેવા બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં માનવ તસ્કરીની બનાવોએ માથું ઉંચકતા પોલીસ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
[ad_2]
Source link
Leave a Reply