Ghoghamba Blast Case Death toll rises to 7: ઘોઘંબા બ્લાસ્ટની ઘટનામાં વધુ બેનાં મૃતદેહ મળતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો – dead toll rises to 7 as two more found at ghoghamba blast site panchmahal

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગુજરાત ફ્લોરો કંપનીના પ્લાન્ટમાં ગુરુવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હતી
  • શુક્રવારે સર્ચ ઓપરેશન દરમિયાન વધુ બે મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 7 પર પહોંચ્યો
  • ગુરુવારે પણ શોધખોળ દરમિયાન પાંચ મૃતદેહ મળી આવ્યા હતા, હજી એક લાપતા છે

વડોદરા: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) યુનિટમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં વધુ બે કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા, જેના કારણે પ્લાન્ટમાં બ્લાસ્ટ અને આગને કારણે કુલ મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટમાં શોધખોળ દરમિયાન ગુરુવારે આ ઘટનામાં પાંચ કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. બ્લાસ્ટની ઘટના બાદ કુલ સાત લોકો ગુમ થયા હતા જેમાંથી ગુરુવારે પાંચ અને શુક્રવારે બે મૃતદેહ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હજી વધુ એક કામદાર લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ગુરુવારે સવાલે બની હતી ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે સવારે લગભગ 10 વાગ્યે યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે તેનાથી આસપાસના વિસ્તારો હચમચી ઉઠ્યા હતા. બ્લાસ્ટ બાદ તરત જ પ્લાન્ટમાં આગ લાગી હોવાથી તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોરદાર વિસ્ફોટથી કંપન શરૂ થતાં આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ પોતાને ઘરોમાં બંધ કરી દીધા હતા તો ઘણા વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.

પંચમહાલના SP લીના પાટીલે શુક્રવારે મોડી સાંજે જણાવ્યું હતું કે સાત મૃતદેહોમાંથી ચારની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે બાકીના મૃતકોની ઓળખ ટૂંક સમયમાં કરવામાં આવશે. ‘આ મૃતદેહોના ચહેરા દાઝેલા ન હોવાથી તેમને ઓળખી શકાય છે.’ પાટીલે જણાવ્યું હતું કે પ્લાન્ટમાં વધુ મૃતદેહોની ઓળખ કરવાનું અને તપાસ કરવાનું કામ ત્યાંના ધુમાડાને કારણે મુશ્કેલ હતું. બ્લાસ્ટના સ્થળે શ્વાસ લેવો મુશ્કેલ હતો. અધિકારીઓ અને બચાવ ટુકડીઓ થોડા સમય માટે સ્થળ પર પ્રવેશી રહી હતી અને તાજી હવા લેવા માટે ફરીથી બહાર આવવું પડતું હતું.

પાટીલે જણાવ્યું હતું કે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિર્દેશાલય (DISH)ના નિષ્ણાતોએ ઘટનાનું કારણ જાણવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. ફોરેન્સિક નિષ્ણાતો પણ તપાસ કરવા માટે બ્લાસ્ટ સ્થળની મુલાકાત લેશે. પોલીસને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે જેના પછીની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. ગુરુવારે પ્લાન્ટ પર પથ્થરમારાની ઘટનાને પગલે પ્લાન્ટની આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. એક કામદારના રોષે ભરાયેલા સંબંધીઓ અને તેમના ગામના લોકોએ પથ્થરમારો કર્યો કારણ કે તેઓને તેના વિશે કોઈ વિગતો મળી ન હતી. બાદમાં આ ઘટનામાં કામદારનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ દરમિયાન કંપનીના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે કંપની વર્કમેન વળતર સિવાય દરેક મૃતક કામદારના સંબંધીઓને 20 લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવશે. વિકલાંગતા ધરાવતા કામદારોને વળતર સિવાય 7 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. કંપનીએ તમામ કામદારોની સારવારનો ખર્ચ ઉઠાવવાનું પણ વચન આપ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *