Gathiya Recipe: દિવાળી પર બહારથી લાવવાના બદલે ઘરે જ બનાવો નરમ ગાંઠિયા, સરળ છે રેસિપી – how to make gathiya at home recipe in gujarati

[ad_1]

દિવાળી નજીકમાં છે. પહેલા તહેવાર પર ઘરે જ ફરસાણ બનતા હતા અને હવે બહારથી લાવવામાં આવે છે. બહારના ફરસાણમાં કેવા તેલનો ઉપયોગ થાય છે અને કેવી રીતે બને છે તેની આપણને પણ ખબર હોતી નથી. તેથી, બહારથી લાવવાના બદલે જો તમે દિવાળી જેવા તહેવાર પર ઘરે જ ફરસાણ બનાવશો તો વધારે સસ્તુ અને સારુ પડશે. આજે અહીંયા અમે તમને ગાંઠિયાની રેસિપી શીખવી રહ્યા છીએ. જે તમે તહેવાર સિવાય આડા દિવસે પણ બનાવી શકો છો. તો ગાંઠિયા બનાવવા માટેની રેસિપી નોંધી લો.

સામગ્રી
450 ગ્રામ બેસન
1 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
સ્વાદાનુસાર મીઠું
80 એમએલ તેલ
1 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
1 1/2 ટે. સ્પૂન અજમો
જરૂર મુજબ પાણી
તળવા માટે તેલ

બેસનમાંથી બનાવો મસાલા સેવ, બાળકોને નાસ્તામાં આપવા માટે સારી રહેશે
સ્ટેપ 1
એક મોટો બાઉલ લો. તેમાં બેસન, બેકિંગ સોડા, લાલ મરચું પાઉડર, અજમો તેમજ મીઠું લઈને સરખી રીતે મિક્સ કરી લો

સ્ટેપ 2
આ મિશ્રણને તેલનું મોણ આપો. બાદમાં તેમાં થોડુ થોડુ પાણી રેડતા જઈને કણક બાંધી લો. એકદમ કઠણ કણક નથી કરવાની અને ઢીલી પણ નથી રાખવાની. કણક બંધાઈ જાય એટલે 1 ચમચી જેટલું તેલ ઉપરથી ઉમેરીને કેળવી લો.

કણક બાંધતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો પરાઠા લાંબા સમય સુધી રહેશે નરમ
સ્ટેપ 3
એક ભીનું સુતરાઉ કપડું લો અને કણકને 20થી 30 મિનિટ માટે રેસ્ટ આપો. કણકને રેસ્ટ આપ્યા બાદ સેવ પાડવાનો સંચો લો અને તેને તેલથી ગ્રીસ કરી લો. સંચામાં કણકમાંથી મોટો લૂવો લઈને ભરી દો. સંચામાં ગાંઠિયા પાડવાની જાળી લગાવવી.

સ્ટેપ 4
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. તેલમાં ધીમે-ધીમે સંચાની મદદથી ગાંઠિયા પાડી લો. આ દરમિયાન પણ ગેસની ફ્લેમ ધીમી રાખવી. ગાંઠિયા થોડા લાઈટ ગોલ્ડન કલરના થાય એટલે તેને બહાર કાઢી લો. તો તૈયાર છે ગાંઠિયા. જો તમે ઈચ્છો તો તેના પર ચપટી હીંગ પણ ભભરાવી શકો છો. ગાંઠિયા સહેજ ઠંડા પડે એટલે તેને એરટાઈટ ડબ્બામાં ભરી લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *