[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે
- ગાંધીનગરમાં ઠંડીનું જોર વધવા સાથે તાપમાન ઘટીને 6.5 ડિગ્રીએ પહોંચ્યું
- અમદાવાદ સહિત રાજ્યમાં સતત તાપમાનમાં ઘટાડો થતા લોકો ઠુંઠવાયા
ગાંધીનગરમાં તાપમાન 6.5 ડિગ્રીએ પહોંચી જતા શહેર શીતલહેરમાં ફેરવાઈ ગયું છે. ઠંડીનું જોર વધતા વૃદ્ધો, દર્દી અને ઘરવિહોણા લોકોની પરિસ્થિતિ વધારે કપરી બની ગઈ છે. સતત ત્રણ દિવસથી પડતી કડકડતી ઠંડીના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગાંધીનગરમાં 19 અને 20 ડિસેમ્બરે 8 ડિગ્રી કરતા નીચું તાપમાન નોંધાયું હતું. જોકે, તાપમાન 6.5 ડિગ્રીએ પહોંચી જતા જૂના રેકોર્ડ્સ તૂટી ગયા છે. ઠંડીનું જોર વધતા રાત્રે દુકાનો અને ગલ્લા વહેલા બંધ થઈ રહ્યા છે. ઠંડીના કારણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના હાઈવે પર ટ્રાફિકમાં પણ ઘટાડો નોંધાયો છે.
આ તરફ અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, 11 ડિગ્રીએ લધુત્તમ તાપમાન પહોંચ્યા બાદ આંકડો 10 પર પહોંચી જતા ફ્લેટમાં ઉપરના ફ્લોર પર રહેતા લોકોએ ઠંડા પવનના સુસવાટા અનુભવ્યા છે. રાજ્યના અન્ય વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતા લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે.
હોટલમાંથી બહાર આવ્યા અને શાહિદે તરત જ એક્ટ્રેસનું મોઢું જોઈને ભૂલ સુધારી
ભૂતકાળના રેકોર્ડ્સને જોતા આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાની સંભાવના દેખાઈ રહી છે. શિમલા, જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના કારણે રાજસ્થાન, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ શીતલહેર યથાવત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સારી ઠંડી પડવાથી ખેડૂતોને પણ પાકમાં ફાયદો થઈ શકે છે.
બીજી તરફ ઘરવિહોણા લોકોની હાલત કફોડી બની રહી છે. જેમાં ખાસ કરીને પ્રવાસી મજૂરોની હાલત કફોડી બની છે કે તેમણે કામના સ્થળેથી આવ્યા બાદ રાત્રે ભારે ઠંડીનો મારો સહન કરવો પડી રહ્યો છે.
[ad_2]
Source link
Leave a Reply