[ad_1]
હાઈલાઈટ્સ:
- ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલની લોખંડની રેલિંગ ઓળંગીને ફોટોગ્રાફી કરવાના ચક્કરમાં અમદાવાદના ચાર યુવાનો બુધવારે પાણીમાં ડૂબ્યા હતા
- નરોડા-દહેગામ હાઈવે પર આવેલી રાયપુર નર્મદા કેનાલના કિનારે બુધવારે બર્થ ડે સેલિબ્રેટ કરવા ભેગા થયેલા પાંચમાંથી ચાર યુવક ડૂબી ગયા હતા.
- અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા યુવકો પોતાના મિત્રનો જન્મદિન ઉજવવા માટે ભેગા થયા હતા.
વધુ મળતી માહિતી મુજબ, ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલની લોખંડની રેલિંગ ઓળંગીને ફોટોગ્રાફી કરવાના ચક્કરમાં અમદાવાદના ચાર યુવાનો બુધવારે પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકીના ત્રણ યુવાનોના મૃતદેહ આજે સાંતેજ પોલીસ તેમજ હદમાં આવેલ જાસપુર નર્મદા કેનાલમાંથી મળી આવતા હાલમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અહીં નોંધનીય છે કે નરોડા-દહેગામ હાઈવે પર આવેલી રાયપુર નર્મદા કેનાલના કિનારે બુધવારે બર્થ ડે સેલિબ્રેટ કરવા ભેગા થયેલા પાંચમાંથી ચાર યુવક ડૂબી ગયા હતા. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા યુવકો પોતાના મિત્રનો જન્મદિન ઉજવવા માટે ભેગા થયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે 2 દિવસ સુધી કોઈ જ ભાળ મળી નહોતી. આ દુર્ઘટનામાં એવું બન્યું હતું કે કેનાલ પાસે યુવાનો સેલ્ફી લઈ રહ્યા હતા. દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. ત્યારપછી એકેય બહાર આવ્યા નહોતા. આ ઘટનામાં ડૂબેલા યુવકોના નામ નિકુંજ, જયદીપ, સાહિલ, સ્મિત હોવાનું જાણવા મળે છે.
અમદાવાદના કૃષ્ણનગર સરદાર ચોકમાં રહેતા ગૌરવ, સ્મિત, જયદીપ, નિકુંજ, સાહિલ કેનાલ ખાતે ભેગા થયા હતા. ગૌરવનો જન્મદિવસ હોવાથી બુધવારે સવારે તેને ફોન કરીને રાયપુર કેનાલે બોલાવ્યો હતો. પાંચેય મિત્રોએ ભેગા મળીને કેક કાપીને ગૌરવનો બર્થ ડે ઉજવ્યો હતો. કેક કાપ્યા બાદ ગૌરવને પરત જવાનું હોવાથી તે એક્ટિવા બાજુ ગયો હતો. જ્યારે અન્ય ચાર મિત્રો રેલિંગ કૂદીને કેનાલની નજીક ગયા હતા. તેઓ ફોટોગ્રાફી કરવા માટે કેનાલની છેક નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન કેનાલમાંથી બૂમાબૂમનો અવાજ આવતાં ગૌરવ દોડ્યો હતો. તેણે જોયું તો ચારેય મિત્રો ડૂબી રહ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકતા જોતજોતામાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકોએ ચારેય યુવકોને બચાવવાના પ્રયાસ ચાલુ કરવાની સાથે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
આજે સવારે જયદીપ, નિકુલ તેમજ સાહિલના મૃતદેહ સાતેજ પોલીસ મથકની હદમાં જાસપૂર કેનાલમાં તરતી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે સ્મિતનો મૃતદેહ પોલીસ મથકના કરણનગર નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. આમ ત્રણ દિવસથી ડૂબેલા ચારેય મિત્રોની લાશ મળી આવતાં ચારેયના પરિવારજનો કેનાલ પર દોડી ગયા હતા. તેમજ પોલીસ પણ કેનાલ પર પહોંચીને ચારેયના મૃતદેહોની પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.
ગોંડલના સુલતાનપુર ગામમાં સિંહ પરિવારના ધામા, ગ્રામજનોમાં ભયનો માહોલ
[ad_2]
Source link
Leave a Reply