forbes woman power list: આશા વર્કર માતિલ્દા કુલ્લૂએ મેળવી ‘ઓળખ’, Forbes Indian W Power 2021માં સ્થાન મેળવ્યું – odisha asha worker matilda kullu got place in forbes indian w power list

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ફોર્બ્સ ઇન્ડિયાની મહિલા શક્તિ 2021ની યાદીમાં સ્ટેટ બેન્કની પૂર્વ ચીફ અરુંધતિ ભટ્ટાચાર્ય સામેલ છે
  • આ યાદીમાં અન્ય મહિલા સેલિબ્રિટિઝ સાથે માતિલ્દા કુલ્લૂએ પણ સ્થાન મેળવ્યું છે
  • ફોર્બ્સના જણાવ્યા મુજબ, માતિલ્દા પોતાના દિવસની શરુઆત સવારે પાંચ વાગ્યે કરે છે

નવી દિલ્હીઃ હાલમાં જ ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતની મહિલા શક્તિ 2021ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં એ મહિલાઓને સ્થાન મળ્યું છે જેમણે પોતાના દમ પર સફળતા મેળવી હોય. ફોર્બ્સ ઇન્ડિયાની આ યાદીમાં સ્ટેટ બેન્કની પૂર્વ ચીફ અરુંધતિ ભટ્ટાચાર્ય સહિત અનેક મહિલા સેલિબ્રિટિઝને સ્થાન મળ્યું છે, પરંતુ આ બધા વચ્ચે માતિલ્દા કુલ્લૂ નામની મહિલા સામેલ છે, જેઓ એક આશા વર્કર છે.

ઓડિશાના સુંદરગઢ જિલ્લાની માતિલ્દા કુલ્લૂએ હાલમાં પોતાની એક અલગ ઓળખ મેળવી છે. તેમણે ફોર્બ્સ ઇન્ડિયા ડબલ્યૂ-પાવર 2021ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. મતિલ્દા એક માન્યતા પ્રાપ્ત સામાજિક સંસ્થાની કાર્યકર્તા (આશા વર્કર) છે અને આ કોરોના કાળમાં કોવિડ યોદ્ધા તરીકે કાર્યરત છે. તેઓ વિતેલા 15 વર્ષથી સુંદરગઢ જિલ્લાના ગામડાઓમાં કામ કરી રહી છે અને સ્વાસ્થ સુવિધાને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ફોર્બ્સના જણાવ્યા મુજબ, માતિલ્દા પોતાના દિવસની શરુઆત સવારે પાંચ વાગ્યે કરે છે. તે ઘરના કામ પૂરા કરી, પરિવારના ચાર લોકો માટે બપોરનું ભોજન તૈયાર કરે છે અને પોતાના દિવસની શરુઆત ઘરે-ઘરે જવા માટે સાયકલ ચલાવતાં પહેલા પાળતુ જાનવરોને ચારો નાંખે છે. આ વિસ્તારમાં અંધવિશ્વાસ, જાતિવાદ અને છૂત-અછૂત જેવા પડકારોનો સામનો કરી કોઇપણ 45 વર્ષિય વ્યક્તિ માટે આ સફર સરળ નહી રહ્યો હોય. માતિલ્દા આ પડકારોને ઝેલીને પણ અંધવિશ્વાસમાં જીવતાં ગામડાના લોકોને પોતાની સારવાર કરાવવા માટે તૈયાર કરવાનું કામ કરે છે. તેઓને આરોગ્ય માટે શિક્ષણ આપવાનું કામ કરે છે.

પરંતુ જ્યારે કોવિડ-19એ ભારતમાં પગપેસારો કર્યો ત્યારે માતિલ્દાનું કામ વધી ગયું હતું. તેમણે જરુરતથી વધારે કામ કર્યું છે. માતિલ્દા મહિને 4500 રુપિયાના સામાન્ય પગાર પર ગામના લગભગ 964 લોકોની દેખભાળ કરે છે. આ સિવાય માતિલ્દા કુલ્લૂ દરેક ઘરે જઇને લોકોના સ્વાસ્થ અંગે માહિતી લેવી, દવાઓ પૂરી પાડવી એમજ ગર્ભવતી મહિલાઓને મદદ કરવી જેવા કામ પણ કરતા રહ્યા છે.

પોતાના આ કામ માટે મતિલ્દા કુલ્લુનું કહેવુ છે કે હું લોકો માટે, ખાસ કરીને મારા ગામના લોકો માટે આ કામ કરીને ગર્વ અનુભવ કરું છું.
2,000ની મૂડીથી શરું કરેલા બિઝનેસને વંદના લૂથરાએ કેવી રીતે પહોંચાડ્યો 18 દેશોમાં?ડિવોર્સ પછી ડોગી સાથે લગ્ન કરી લીધા મહિલાએ, કહ્યુ-પહેલા કરતાં વધારે ખુશ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *