[ad_1]
હાઈલાઈટ્સ:
- કેટલાક ફૂડ કોમ્બિનેશન બાળકો માટે સ્વાસ્થવર્ધક હોય છે
- આ સમયમાં બાળકો માટે નુકસાનકારક ફૂડ કોમ્બિનેશન વિશે જાણવુ જરુરી છે
- કેટલાક ફૂડ કોમ્બિનેશનથી બાળકોમાં પોષક તત્વોની ઉણપ પેદા થાય છે
કેટલાક એવા ફૂડ કોમ્બિનેશન છે જેને સાથે લેવાથી બાળકોની ઇમ્યુનિટી અને આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે. જેમ કે,

અનાજ અને જ્યૂસ
અનાજ આરોગ્યવર્ધક હોય છે એમ માનીને આપણે બાળકોના ખોરાકમાં અનાજ સામેલ કરીએ છીએ. કેટલાક ઘર એવા હશે કે જ્યાં સવારે અનાજ સાથે બાળકોને જ્યૂસ પણ આપવામાં આવે છે. જે તદન ખોટું છે. અનાજમાં રહેલા કાર્બોહાઇડ્રેટને તોડવા માટે કેટલાક સરુરી એન્જાઇમોની એક્ટિવિટી ખાટા ફળોના રસ જેમ કે સંતરા કે મોસંબીનો જ્યૂસ ધીમી કરી દે છે. જો બાળકોને તમે આ પ્રકારનું કોમ્બિનેશન આપો છો તો એમનામાં પોષક તત્વોની ઉણપ થવાની સંભાવના વધી જાય છે.

બર્ગર અને ફ્રાઇજ
મોટાભાગના બાળકોને બર્ગર અને ફ્રાઇજ એકસાથે ખાવાનું ગમતુ હોય છે. પરંતુ આ કોમ્બિનેશનથી બાળકનું શુગર ઓછુ થઇ શકે છે. નાના બાળકોની ઇમ્યૂનિટી અને પાચન શક્તિ નબળી હોય છે, એવામાં બાળકોને આ કોમ્બિનેશન એકસાથે ના આપવું જોઇએ.

પિઝા અને સોડા
બાળકોને પિઝાની સાથે કોલ્ડ ડ્રિંક લેવાનું ટેસ્ટી લાગે છે. પરંતુ આ કોમ્બિનેશન હાનિકારક છે. પિઝાાં કાર્બોહાઇડ્રેટ વધુ પ્રમાણમાં હોય છે. એમાં સ્ટાર્ચ અને પ્રોટીન વધુ થઇ જાય છે, જેના પાચન માટે શરીરે વધારે મહેનત કરવી પડે છે. પિઝા સાથે કોલ્ડ ડ્રિંક પીવાથી સમસ્યા વધી જાય છે અને બાળકોનું પેટ ખરાબ થઇ શકે છે.

કેળા અને દૂધ
કેળા અને દૂધ એકસાથે લેવાનું હેલ્થી માનવામાં આવે છે, પરંતુ એવુ નથી. કેળા અને દૂધમાં વધુ પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે પરંતુ આ કોમ્બિનેશન સાથે ના લેવું જોઇએ. શરીર માટે આ બહુ ભારે ખોરાક થઇ જાય છે જેનાથી આળસ આવે છે. સારું રહેશે કે બાળકોને દૂધ અને કેળા થોડા સમયના અંતરે આપવા જોઇએ.

ફળ અને દહીં
આ કોમ્બિનેશનથી જે ટોક્સિન થાય છે એ દસ વર્ષથી નાની ઉંમરના બાળકોના આંતરડા પર અસર કરી શકે છે. આનાથી બાળકોને કફ, ખાંસી કે શરદી સાથે સાથે કેટલીક બહુ જોવા ના મળતી એલર્જી પણ થઇ શકે છે. આ માટે યોગ્ય રહેશે કે બંને વચ્ચે એકાદ કલાકનો સમયગાળો રાખો.

માંસ અને બટાકા
ઘણા લોકો મીટ બનાવતી વેળાએ એમાં બટાકા ઉમેરે છે. જે પેટ માટે ઠીક નથી. એમાં ફાઇબર નામેય હોતા નથી. મીટ ભારે હોય છે અને બટાકા સાથે ખાવાથી પાચનશક્તિ પ્રભાવિત થાય છે અને પેટમાં દુખાવો, અપચો, ગેસ જેવી તકલીફો પેદા થાય છે.
બાળકોની પાચન ક્રિયા માટે પ્રોટીન અને સ્ટાર્ચનું કોમ્બિનેશન બહુ ભારે હોઇ શકે છે.
[ad_2]
Source link
Leave a Reply