[ad_1]
હાઈલાઈટ્સ:
- માતા-પિતા પોતાના બાળકોને સારું ભવિષ્ય આપવા ઈચ્છે છે અને તેના માટે આર્થિક અડચણો બાધા ન હોય તે જરૂરી છે.
- બાળકોને તેમના જીવનમાં આર્થિક અડચણોથી દૂર રાખવા તમારે અત્યારથી જ કરવું પડશે પ્લાનિંગ.
- બાળકોના ભવિષ્યને સુધારવા માટે સમયસર વસિયત બનાવવા સહિત પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
વસિયત બનાવો
સંપત્તિનું સૃજન કરવું મહત્વપૂર્ણ હોય છે. પરંતુ, તમારે એ નક્કી કરવું જોઈએ કે,, તમારા પછી, તમારી સંપત્તિ યોગ્ય વ્યક્તિને મળે અને તે તેનો સારી રીતે ઉપયોગ કરી શકે. વસિયત એક કાયદાકીય દસ્તાવેજ છે, જેમાં મૃત્યુ પછી સંપત્તિના વિતરણ માટે નિયમ અને શરતો લખવામાં આવે છે. વસિયત લખવી એક મહત્વપૂર્ણ પગલું હોય છે કે તમારી સંપત્તિ યોગ્ય વ્યક્તિઓને મળે છે, જેવું કે તમે ઈચ્છતા હતા. મોટાભાગના લોકો વસિયત પોતાના બાળકો કે પતિ/પત્નીના પક્ષમાં લખે છે. પરંતુ, કેટલાક લોકો પોતાની સંપત્તિને પોતાના કાયદાકીય વારસોમાં તેમના ભાગ મુજબ વહેંચે છે. વસિયત બનાવવાનું ફરજિયાત નથી, પરંતુ જો તમે એવું કરો છો અને તેને રજિસ્ટર્ડ કરાવી લો છો, તો એ વાતની ઓછી શક્યતા રહે છે કે, તમારા પરિવારન સભ્યો સંપત્તિમાં પોતાના હિસ્સા માટે કોઈ વિવાદ કરશે. રજિસ્ટર્ડ વસિયતથી તમારા બાળકો કાયદાકીય વિવાદોથી બચી શકે છે અને તમારી સંપત્તિના સ્પષ્ટ માલિક બની શકે છે. વસિયત તૈયાર કર્યા પછી, જ્યારે પણ તમને લાગે છે, ત્યારે તમે તેમાં ફેરફાર કરી શકો છો. એટલું જ નહીં, તમે તેમાં બેનિફિશયરીને સામેલ કે હટાવી પણ શકો છો.
ટર્મ ઈન્શ્યોરન્સ ખરીદો
તમારા બાળકોને નાણાકીય રીતે સુરક્ષિત કરવા માટે જીવન વિમો મહત્વપૂર્ણ હોય છે. જ્યાં સુધી તમે જીવિત છો, તમે તમારા પરિવારની દેખભાળ રાખશો. પરંતુ, જો કોઈનું અપમૃત્યુ થઈ જાય છે તો એ મામલામાં તમારા બાળકો માટે નાણાકીય સમસ્યાનો સામનો કરવો મુશ્કેલ બની શકે છે. ટર્મ ઈન્શ્યોરન્સથી તમારા પરિવારને આવકની હાનિને કવર કરવામાં મદદ મળે છે અને એ નક્કી કરી શકાય છે કે, તમારા પરિવારને કોઈ નાણાકીય મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. તે આવકને લગતી તેમની જરૂરિયાતો પૂરી કરી શકશે અને તમારા બાળકોની પ્રગતિમાં અડચણ નહીં આવે. તમારે સમયાંતરે તમારું કવરેજ પણ વધારવું જોઈએ, જેથી ભવિષ્યના જોખમનો અને તમારા પરિવારની આવકને મેચ કરી શકાય.
હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં બાળકોને સામેલ કરો
શું તમને જાણ છે કે, તમે તમારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં તમારા નવજાત શિશુને સામેલ કરી શકો છો? તમારે એ તક કોઈપણ સ્થિતિમાં ગુમાવવી જોઈએ નહીં. મેડિકલ ઈન્ફ્લેક્શનથી આપણા સ્વાસ્થ્યને જોખમ હોય છે, અને તમારે તમારા બાળકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત ન રાખવા જોઈએ. તમારા બાળકોને તમારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં સામેલ કરવાથી તેમને કોઈ આરોગ્ય તપાસ અને વેઈટિંગ પીરિયડ વિના યોગ્ય ઉંમરે પોતાની સ્વતંત્ર સ્વાસ્થ્ય પોલિસીમાં સ્વિચ કરવામાં મદદ મળશે.
તમારા બાળકોને નાણાકીય નિર્ણયોમાં સામેલ કરો
તમારા નાણાકીય નિર્ણયો અને તમે એ નિર્ણયોને કઈ રીતે લો છો તે અંગે તમારા બાળકોને જાણકારી આપવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તેઓ શિક્ષિત થશે અને તેઓ પોતાના જીવનમાં આ જાણકારી અપનાવવામાં સમર્થ બની શકશે. તેનાથી તેમને પર્સનલ ફાઈનાન્સ અંગે શીખવામાં મદદ મળશે. તે સાથે જ તેમને તમારા દેવા અને સંપત્તિઓ સહિત તમારી નાણાકીય સ્થિતિની પણ જાણકારી મળી શકશે. તમારા કસમયે મૃત્યુની સ્થિતિમાં, લેણદારો માટે તમારા બાળકો અને પરિવારના બાકી સભ્યોને ડરાવી-ધમકાવી રૂપિયા વસૂલવાની તક ન મળવી જોઈએ. જો તમે તમારા નાણાકીય નિર્ણયોમાં તમારા બાળકોને સામેલ કરો છો, તો તે તમારી નાણાકીય મર્યાદાને સમજી શકશે અને તે પોતાની અપેક્ષાઓને પણ એડજેસ્ટ કરવાનો પ્રયાસ કરશે.
દેવા મુક્ત વારસો આપો
ઘણા કામ કરવા માટે દેવું એક અડચણ છે. તમે એ નહીં ઈચ્છો કે એ અડચણ અને તેની સાથે જોડાયેલો તણાવ તમારા બાળકોને પણ મળે. જ્યારે પણ તમે લોન લો છો, તો નક્કી કરો કે તમે તેના બદલામાં રોકડની વ્યવસ્થા કરી છે કે પછી તમે જીવન વિમો કરાવ્યો છે, જેથી તમારા કમસયે મોતની સ્થિતિમાં તેની ચૂકવણી કરી શકાય. નહીં તો તે દેવું તમારા બાળકોએ ભરવું પડશે. સૌથી સારી વાત એ હશે કે તમે સમયસર દેવું ચૂકતે કરી દો અને એવું દેવું કરવાથી બચો જે તમારી નાણાકીય ક્ષમતા કરતા વધારે હોય. તમારા બાળકોને દેવા મુક્ત વારસો આપીને જવાથી તમારી સંપત્તિને આગળ વધારવામાં મદદ મળશે અને તે તમને એક સુયોગ્ય માતા-પિતાના રૂપમાં યાદ કરશે.
બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?
[ad_2]
Source link
Leave a Reply