[ad_1]
હાઈલાઈટ્સ:
- સંયુક્ત ખેડૂત સંગઠનના નેતાઓ આંદોલન ચાલુ રાખવાનું એલાન કરી ચૂક્યા છે
- રાકેશ ટિકેતનું કહેવુ છે કે, પાકનો સાચો ભાવ મળ્યા પછી જ ખેડૂતોની જીત થશે
- પીએમ મોદીના નિર્ણયને ખેડૂત નેતાએ એકતરફી ગણાવ્યો છે
સંયુક્ત ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકેતે આ દરમિયાન ટ્વિટ કરી કહ્યું છે કે, વડાપ્રધાન મોદી એમ કહી રહ્યા છે કે પહેલી જાન્યુઆરીથી ખેડૂતોની આવક બમણી થઇ જશે, તો અમે પૂછી રહ્યા છીએ કે કેવી રીતે? ખેડૂતોની જીત ત્યારે જ થશે જ્યારે એમના પાકની સાચી કિંમત મળશે.
આ પહેલા બુધવારે મોદી કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે બિલને મંજુરી આપી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગેની માહિતી આપી છે.
બીજી તરફ આશરે એક વર્ષથી અનેક રાજ્યોના ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે રાજધાનીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા હતા. જેની સામે પીએમ મોદીએ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂત સંગઠનો આંદોલનને પાછુ ખેંચવા માટે તૈયાર નથી. તેઓ અન્ય મુદ્દાઓને લઇને સરકાર વિરુદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખવાનું એલાન કરી ચૂક્યા છે.
[ad_2]
Source link
Leave a Reply