[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠાની ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કર્યો છે.
- કોર્ટે ટાંક્યું કે, પતિ પત્નીને સાથે રહેવા અને વૈવાહિક અધિકારો સ્થાપિત કરવાની ફરજ ના પાડી શકે.
- બનાસકાંઠાના મુસ્લિમ દંપતીનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
બેદરકાર ના રહો! અમદાવાદની 7 સ્કૂલોના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
પ્રસ્તુત કેસમાં બનાસકાંઠા જિલ્લાના મુસ્લિમ દંપતી વાત છે. આ દંપતીના લગ્ન વર્ષ 2015માં થયા હતા અને તેમનું એક બાળક પણ છે. મહિલા નર્સ તરીકે કામ કરે છે અને તે પોતાના પતિનું ઘર છોડીને માતાપિતા સાથે રહેવા ગઈ હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ તેને સતત ઓસ્ટ્રેલિયા જવા માટે દબાણ કરતા હતા.
પરિણામે કંટાળેલી મહિલાએ પતિનું ઘર છોડી દીધું હતું. બાદમાં પતિએ ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને વૈવાહિક અધિકારોને સ્થાપિત કરવાની દાદ માગી હતી. ફેમિલી કોર્ટે પતિની અરજીનો સ્વીકાર કર્યો હતો અને પત્નીને પતિ સાથે જઈને રહેવાનો આદેશ આપ્યો હતો.
કોરોનાનો કહેરઃ એક જ દિવસમાં ભારતમાં કોરોના સંક્રમણના કેસ 27 ટકા વધ્યા
ફેમિલી કોર્ટના આદેશ વિરુદ્ધ મહિલાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી. આ અપીલને ગ્રાહ્ય રાખીને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે નોંધ્યું કે, ‘જો પત્ની પતિ સાથે રહેવાનો ઈનકાર કરે તો આવા કેસમાં વૈવાહિક અધિકારોને સ્થાપિત કરવા માટે તેને પતિ સાથે રહેવા માટે કોર્ટનો આદેશ હોવા છતાંય મજબૂર કરી શકાય નહીં.’ સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે, હાઈકોર્ટે બનાસકાંઠા જિલ્લાની ફેમિલી કોર્ટનો આદેશ રદ્દ કર્યો છે.
[ad_2]
Source link