[ad_1]
હાઈલાઈટ્સ:
- નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ સંપતિઓની નીલામી માટે એક લિક્વિડેટર નિયુક્ત કર્યા છે
- ઈડીએ કોર્ટના આદેશ પર આ સંપતિઓ રિલીઝ કરી છે, જેથી તેની નીલામી પીએનબી કરી શકે
- ઈડી હાલ વિદેશમાં નીરવ મોદીની સંપતિઓ સીઝ કરવાનો પ્રયાસ કરી રહી છે
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ સંપતિઓની નીલામી માટે એક લિક્વિડેટર નિયુક્ત કર્યા છે. ઈડી કેટલીક સંપતિઓ અગાઉ પણ રિલીઝ કરી ચૂકી છે. હવે પીએનબી આ સંપતિઓની નીલામી કરી પોતાના પૈસા વસૂલ કરશે. આ સંપતિઓમાં અહમદનગર જિલ્લા સ્થિત એક સોલાર પ્લાન્ટ પણ સામેલ છે. ઈડીએ પીએનબીને લગભગ 6 કરોડ રૂપિયા પણ સોંપ્યા છે, જેમાં નીરવ મોદીની કાર, પેઈન્ટિંગ્સ સહિત કેટલીંક મોંઘી ચીજવસ્તુઓની નીલામી કરીને મેળવ્યા હતા.
નીરવ મોદીએ પીએનબીમાં લગભગ 6500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. હાલ તે લંડનની એક જેલમાં બંધ છે. ભારત સરકાર તેના પ્રત્યર્પણ માટે પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીની કેટલીક સંપતિઓ કે જે પીએનબી પાસે ગિરવે નહોતી રાખવામાં આવી તે ઈડીના તાબે રહેશે. જેમાં વર્લી સ્થિત સમુદ્ર મહેલ બિલ્ડીંગ સામેલ છે. જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. આ સિવાય જેસલમેરમાં એક વિંડમિલ પણ છે.
ઈડી હાલ વિદેશમાં નીરવ મોદીની સંપતિઓ પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. નીરવ મોદીએ 2017માં પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમંડ દ્વારા પ્રતિષ્ઠિત રિધમ હાઉસ બિલ્ડીંગ ખરીદી હતી. તેનો પ્લાન આને હેરિટેજ પ્રોપર્ટીમાં કન્વર્ટ કરવાનો હતો. કહેવાય છે કે નીરવ મોદીએ મોટા ભાગની સંપતિ પીએનબી કૌભાંડમાંથી મેળવેલી રકમમાંથી ખરીદી હતી.
નાણાં મંત્રી નિર્મલા સીતારામન આ અઠવાડિયે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા અને નીરવ મોદીની સંપતિ વેચીને 13,109 કરોડ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે. સીતારામને કહ્યું કે, બેંકોએ અત્યારસુધી આ બંને ભાગેડુ ડિફોલ્ટર્સની સંપતિ વેચીને આ રકમ મેળવી છે. ઈડી દ્વારા આ વર્ષે જુલાઈમાં જ વિજય માલ્યા અને નીરવ મોદીની સંપતિ વેચીને કરવામાં આવેલી રિકવરી અંગે જાણકારી આપી હતી, પરંતુ નાણાં મંત્રીએ આની સત્તાવાર જાણકારી સંસદમાં સોમવારે આપી હતી.
ડૉગ્સ પાછળ મહિને હજારો રુપિયા ખર્ચી રહ્યા છે અમદાવાદીઓ!
[ad_2]
Source link














Leave a Reply