[ad_1]
હાઈલાઈટ્સ:
- પાકિસ્તાનની અલ હુસેની નામની બોટમાંથી ગુજરાતમાં ઘૂસાડાવામાં આવતું હતું ડ્રગ્સ
- ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો, 6 શખ્સો ઝડપાયા
- કચ્છના દરિયાકાંઠે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
ગુજરાતના સંરક્ષણ જનસંપર્ક અધિકારી (PRO) એ ટ્વિટ કર્યું કે રાજ્ય ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં પાકિસ્તાની માછીમારી બોટ ‘અલ હુસૈની’ને પકડીને બોટના છ ક્રૂ સભ્યોની ધરપકડ કરી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ટીમે લગભગ 400 કરોડ રૂપિયાની કિંમતનું 77 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. તેમજ બોટને વધુ તપાસ માટે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌના દરિયાકાંઠે લાવવામાં આવી છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડ-ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઈ રહી. આટલો કડડ બંદોબસ્ત હોવા છતાંય ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું છે. દરમિયાન આજે ફરી રાજ્યમાં ડ્રગ્સ ધૂસાડવાના પ્રયાસમાં પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સની 77 કિલો હેરાઈન સાથે ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં તેમને મોટી સફળતા મળી છે.
પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સોની ધરપકડ કરાઈ
ટીવી રિપોર્ટ અનુસાર કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ધરપકડ કરાયેલાને કસ્ટડીમાં લીધા બાદ ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે. જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું અને ગુજરાતમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે તેવા તમામ પાસાઓને આવરી લઈને પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી, સેવન અને વેચાણ વધ્યું!
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ મોટાપાયે થતું હોવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે. જેથી ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
[ad_2]
Source link














Leave a Reply