[ad_1]
હાઈલાઈટ્સ:
- દર્દીની સારવાર દરમિયાન ડોક્ટરને હાર્ટ એેટેક આવતાં મોત થયું
- દર્દીને સમયસર સારવાર ના મળતાં એમનું પણ મોત થયું
- પરિવારજનોએ વૃદ્ધને બીજા દવાખાને લઇ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ પહેલા મોતને ભેટ્યા
માહિતી મુજબ, હૈદરાબાદના ગુજાલા વિસ્તારમાં રહેલા એક 60 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને સારવાર માટે ગાંધારી મંડળના એસવી શ્રીજા નર્સિંગ હોમમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ગંભીર પરિસ્થિતિને જોતાં ડોક્ટરે તેમને ICUદાખલ કરાવ્યા હતા. જે પછી 40 વર્ષના ડોક્ટરે એમની સારવાર શરું કરી હતી. તેઓ દર્દીની સારવાર કરી રહ્યા હતા એવામાં જ તેમને પણ હાર્ટ એટેક આવ્યો હતો.
જોકે ત્યાં હાજર દવાખાનાએ સ્ટાફે ડોક્ટરને ઇમરજન્સી સારવાર આપી હતી, પરંતુ થોડા જ સમયમાં તેમનુ મૃત્યુ થયું હતું. આ દરમિયાન ICUમાં દાખલ કરેલા હ્રદયરોગીની તબિયત પણ ખરાબ થવા લાગી હતી. તેમનો પરિવાર તેમને લઇને બીજા હોસ્પિટલ લઇ જવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ અન્ય એક ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply