dhirubhai ambani angry on nitin gadkari: ગડકરી પર કેમ ગુસ્સે થઈ ગયા હતા ધીરુભાઈ અંબાણી અને બાળાસાહેબ ઠાકરે? – why were dhirubhai ambani and balasaheb thackeray got angry on nitin gadkari?

[ad_1]

હાઈલાઈટ્સ:

  • એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
  • 1995માં મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે માટે રિલાયન્સનું 3600 કરોડ માટેનું ટેન્ડર રદ કર્યું
  • ટેન્ડર રદ કરતાં ધીરુભાઈ અંબાણી, બાળાસાહેબ ઠાકરે નારાજ થયા
  • 1600 કરોડમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરી 2000 કરોડ રૂપિયા બચાવ્યા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના કિસ્સાને લઈને ભારે ચર્ચામાં રહે છે. અગાઉ એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રમાં મંત્રી હતા ત્યારે તેમના સસરાના ઘર પર બુલડોઝર ચલાવી દીધું હતું. જો કે, હવે રોકાણકારો સાથે વાત કરતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વધુ એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. તેઓએ કહ્યું કે, 1995માં મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે માટે રિલાયન્સનું ટેન્ડર રદ કરીને તેઓએ 2000 કરોડ રૂપિયા બચાવ્યા હતા. જેનાથી ધીરુભાઈ અંબાણી અને બાળાસાહેબ ઠાકરે ખુબ નારાજ થઈ ગયા હતા.

1995માં રિલાયન્સનું 3600 કરોડ રૂપિયાનું રદ કરી દીધું

વર્ષ 1995માં જ્યારે નીતિન ગડકરી રાજ્ય મંત્રી હતા ત્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે માટે તેમની પાસે રિલાયન્સનું ટેન્ડર આવ્યું હતું. આ ટેન્ડર 3600 કરોડ રૂપિયાનું હતું, જે નીતિન ગડકરીને ખુબ જ વધારે લાગ્યું હતું. તેવામાં તેઓએ રિલાયન્સનું ટેન્ડર રિજેક્ટ કરી દીધું હતું. જેના કારણે ધીરુભાઈ અંબાણીની સાથે સાથે મુખ્યમંત્રી પણ નારાજ થઈ ગયા હતા અને પુછ્યું હતું કે, આખરે આવું કેમ કર્યું? જેના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે, તે પ્રોજેક્ટ માટે પ્રજા પાસેથી પૈસા એકત્ર કરશે, અને તે સમયે લોકો આ વાત પર તેમના પર હસી રહ્યા હતા.

મુખ્યમંત્રી મનોહર જોશીએ ગડકરીને કહ્યું હતું કે, આવું કરીને દેખાડો. જે બાદ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન બનાવ્યું હતું. ગડકરીએ કહ્યું કે, જે બાદ તે લેપટોપ લઈને રોકાણકારોની પાસે જતા હતા અને તેઓને યોજનાઓ અંગે જણાવતા હતા. આ સાથે ગડકરીએ કહ્યું કે, પણ આજનો સમય અલગ છે અને હવે રોકાણકારો સામેથી અમારી પાસે આવે છે અને રોકાણની વાતો કરે છે.

રતન ટાટાએ કહ્યું કે, તમે તો અમારાથી પણ વધારે સ્માર્ટ નીકળ્યા

ગડકરીએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ 1600 કરોડ રૂપિયામાં પૂરો કરી દીધો હતો. અને રિલાયન્સના 3600 કરોડના ટેન્ડરને રદ કરતાં ગડકરીએ 2000 કરોડ રૂપિયા બચાવી દીધા હતા. આ મામલે રતન ટાટાએ ગડકરીને કહ્યું હતું કે તમે તો અમારાથી પણ સ્માર્ટ નીકળ્યા. કેમ કે, ટાટાને પણ લાગી રહ્યું ન હતું કે ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે બજારથી પૈસા ઉઠાવી શકાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *