[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 27, 2021, 8:18 PM
શહેરના વાવડી વિસ્તારમાં આવેલા ફ્લીપકાર્ટના ગોડાઉનમાંથી ડીલીવરી માટે આવેલાં 10 ફોન, એક હાર્ડ ડિસ્ક, એક એપ્પલ વોચ સ્ટોક પ્રમાણે મેઈન્ટેન ન થયા હતા. જેથી ચોરીની શંકા ગઈ હતી
હાઈલાઈટ્સ:
- પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીની ચીજવસ્તુઓ લઈને ઊભો છે
- પોલીસે શખ્સને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 3,20,112 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
- દિવાળીના સમયમાં ઓર્ડર આપેલી ચીજવસ્તુઓનો સ્ટોક મેઈન્ટેન કરવામાં મુશ્કેલી હતી
બનાવની વિગત એવી છે કે, શહેરના વાવડી વિસ્તારમાં આવેલા ફ્લીપકાર્ટના ગોડાઉનમાંથી ડીલીવરી માટે આવેલાં 10 ફોન, એક હાર્ડ ડિસ્ક, એક એપ્પલ વોચ સ્ટોક પ્રમાણે મેઈન્ટેન ન થયા હતા. જેથી ચોરીની શંકા ગઈ હતી. એટલે આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પીએમ ધાખડા અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, આ પ્રકારનો મુદ્દામાલ લઈને એક શખ્સ મવડી ચોકડી નજીક ઊભો છે.
એટલે પોલીસની ટીમ મોવડી ચોકડી નજીક પહોંચી હતી. બાદમાં પોલીસે આ શકમંદને ઝડપી પાડીને તેની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમા આ શખ્સે તેનું નામ ઉમંગ મનસુખભાઈ જુવારદા હોવાનું કબૂલ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું કે તે લાભદીપ સોસાયટીમાં રહે છે અને ફ્લીપકાર્ટમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. પોલીસે તેની અટકાયત કરીને તેની પાસેથી 3,20,122 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, દિવાળીના સમયે ડિલીવરીનો સામાન વધુ હોવાથી સ્ટોક મેઈન્ટેન કરવો મુશ્કેલ હતો. વળી એક જ રૂટ પર 3-4 ડિલીવરી બોય હતા. જેથી તેણે મોંઘીદાટ ચીજવસ્તુઓ ચોરી લીધી હતી. બીલ પણ હોવાથી તેણે કેટલાંક મોબાઈલ ફોન વેચી નાખ્યા હતા. જો કે, જેઓએ આ ઓર્ડર આપ્યા હતા તેઓ ડીલીવરીની રાહ જોઈને બેઠા હતા. પણ તેણે ચોરી લીધા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યુ કે તે ઘરેથી ભણવાનું જવાનું કહીને કામે જતો હતો. હવે, પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાવના રામકથાકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી ખૂલ્લી ધમકી
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply