delhi corona omicrone case hike: દિલ્હીમાં કોરોના-ઓમિક્રોન વકર્યો, 50% ઉછાળા સહિત એક સાથે 496 નવા કેસ – corona-omicron erupts in delhi, 496 new cases simultaneously with 50% surge

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કોરોનાનો પોઝિટિવ રેટ સતત 0.5 ટકાથી વધારે થવાના કારણે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર
  • દિલ્હીમાં 2 જૂન બાદ છેલ્લાં સાત મહિનામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે
  • દર્દીઓની સંખ્યા વધવાની સાથો સાથો એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે, ચિંતાની વિષય બન્યો

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોન માથુ ઉંચકી રહ્યા છે. હવે દરરોજ નવા કેસોમાં રોકોર્ડ તૂટી રહ્યો છે. મંગળવારે 50 ટકાના ઉછાળા સાથે કોરોનાના એક સાથે 496 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં આ 2 જૂન બાદ છેલ્લાં સાત મહિનામાં સૌથી મોટો ઉછાળો છે. દિલ્હીમાં આની સાથે પોઝિટિવ રેટ પણ વધીને 0.89 ટકા થઈ ગયો છે. સાથો સાથ મુંબઈની સ્થિતિ પણ વણસી રહી છે. અહીં કોરોનાના નવા કેસમાં 70 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

કોરોનાનો પોઝિટિવ રેટ સતત 0.5 ટકાથી વધારે થવાના કારણે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેજરીવાલ સરાકરે સિનેમા, મોલ, સ્કૂલ, જિમ બંધ કરી ચૂકી છે. એની સાથે જ મેટ્રો, બસો, લગ્નો, પાર્ટીઓ પર પ્રતિબંધો લાદી દીધા છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં કેસ બમણા થઈ 394એ પહોંચ્યા
એક્ટિવ દર્દીઓની સંખ્યા 1300ને પાર

જેમ જેમ દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેમ તેમ એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં કુલ એક્ટિવ કેસ 1612 સુધી પહોંચી ગયા, જે સોમવારે 1289 હતા. જ્યારે રવિવારે 1103 હતા. એ પછી હોસ્પિટલોમાં દર્દીઓનું દાખલ થવું પણ વધી ગયું છે. મંગળવારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 280 હતી, જે સોમવારે 266 જ્યારે રવિવારે 230 હતી. આ જ પ્રકારે મંગળવારે 836 દર્દી હોમ આઈસોલેશન હતા. સોમવારે આ સંખ્યા 692 હતી.

સોમવારે આવ્યા હતા 331 નવા કેસ
સોમવારે પણ કોરોના વાયરસ સંક્રમણના 331 નવા કેસ સામે આવ્યાહતા. જે 9 જૂન બાદ અત્યાર સુધીના સૌથી વધુ કેસ હતા. સોમવારે સંક્રમણનો દર 0.68 ટકા નોંધાયો હતો.
કોવેક્સિન કે મોર્ડના? કઈ વેક્સિન બાળકો પર કેટલી અસરકારક, જાણો
દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 25 હજારથી વધુ મોત
દિલ્હીમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં કુલ 25,107 દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે. આ વર્ષે 9 જૂનના રોજ 337 કેસ સામે આવ્યા હતા અને સંક્રમણનો દર 0.46 ટકા નોંધાયો હતો. એ દિવસે મહામારીથી 36 દર્દીઓનાં મોત થયા હતા. દિલ્હીમાં હાલ કોરોના વાયરસ સંક્રમણના કુલ 14,44,179 કેસ સામે આવી ચૂક્યા છે અને 14,17,460 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

પ્રતિબંધની અસર જોવા મળી
દિલ્હી મેટ્રોમાં યલો એલર્ટ બાદ લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધની અસર જોવા મળી રહી છે. મંગળવારે સાંજે અનેક મેટ્રો સ્ટેશન બહાર યાત્રીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. મંડી હાઉસ મેટ્રો સ્ટેશન બહાર લાંબી લાઈનો લાગી હતી. મેટ્રો હાલ 50 ટકાની ક્ષમતા સાથે ચાલી રહી છે. એનો મતલબ છે કે હાલ અડધી મેટ્રો રેલ ખાલી જઈ રહી છે. પ્લેટફોર્મ પર ભીડ ન વધે એટલા માટે યાત્રીઓને સ્ટેશન બહાર જ રોકવામાં આવી રહ્યા છે. જેવી એક મેટ્રો નીકળે એ પછી જ યાત્રીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે. જેના કારણે યાત્રીઓને સ્ટેશન બહાર જ રાહ જોવી પડી રહી છે.

Karishma Tanna પોઝ આપી રહી હતી ત્યાં ફેન્સની હરકતથી ચોંકી ગઈ

[ad_2]

Source link