[ad_1]
હાઈલાઈટ્સ:
- 585 રુપિયાના ભાવે IPOમાં ઓફર થયેલો શેર 864 રુપિયાના ભાવે ખૂલ્યો
- લિસ્ટિંગ બાદ તેમાં તીવ્ર વેચવાલી જોવા મળતા એક તબક્કે શેર 781 પર પહોંચ્યો
- રિટેઈલ કેટેગરીમાં 23 ગણો ભરાયો હતો IPO, મોટાભાગના બીડરને નથી લાગ્યા શેર
ડેટા પેટર્ન સ્મોલકેપ કંપની છે, જેના આઈપીઓને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. જેના લીધે IPO ભરનારા મોટાભાગના રોકાણકારોને તો શેર લાગ્યા જ નથી. તેવામાં હવે સવાલ એ છે કે જેમને શેર નથી લાગ્યા શું તે લોકો હાલના ભાવે નવી ખરીદી શકે, તેમજ જેમને શેર લાગ્યા છે શું તેમણે આંશિક પ્રોફિટ બુક કરવો જોઈએ?
એનાલિસ્ટ્સનું માનીએ તો આ શેર લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા લાયક છે. જોકે, કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે તેમાં હાલના લેવલે આંશિક પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. રિલાયન્સ સિક્યોરિટીના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિકાસ જૈનના જણાવ્યા અનુસાર, શેરનું લિસ્ટિંગ મજબૂત રહ્યું છે. જો સારો નફો મળતો હોય તો રોકાણકારોએ આંશિક પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. જે લોકો નવી ખરીદી કરવા ઈચ્છે છે તેમણે કંપનીના ક્વાર્ટરલી પરિણામ સુધી રાહ જોવી અને ત્યારબાદ આ અંગે નિર્ણય લેવાની નીતિ અપનાવવી જોઈએ.
કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચના રિસર્ચ એનાલિસ્ટ હર્ષ પાટીદાર જણાવે છે કે આ શેર આગામી કેટલાક ક્વાર્ટરમાં 1100 રુપિયાના સ્તરને આંબી શકે છે. જે લોકો આ શેરમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માગે છે તેમણે 725-755 રુપિયાની રેન્જમાં દરેક ઘટાડે તેમાં ખરીદી કરવી જોઈએ.
રેલિગર બ્રોકિંગના વાઈસ પ્રેસિડન્ટ- રિસર્ચ અજિત મિશ્રા જણાવે છે કે, આ શેર લાંબા ગાળા માટે હોલ્ડ કરવો જોઈએ. જોકે, જે રોકાણકારોની ગણતરી શોર્ટ ટર્મની છે તેમણે હાલના સ્તરને ધ્યાનમાં રાખી નિર્ણય લેવો જોઈએ. જોકે, નવી ખરીદી કરવા માગતા લોકોએ કરેક્શન સુધી રાહ જોવી. ઉલ્લેખનીય છે કે, આ આઈપીઓ રિટેઈલ કેટેગરીમાં 23 ગણો ભરાયો હતો. જ્યારે સંસ્થાકિય રોકાણકારોનો ક્વોટા 191 ગણો ભરાયો હતો.
સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીણાના જણાવ્યા અનુસાર, લોંગ ટર્મમાં આ સ્ટોક વેલ્થ જનરેટર સાબિત થઈ શકે છે, જ્યારે શોર્ટ ટર્મ ઈન્વેસ્ટર્સે 790ના સ્ટોપ લોસ પર ખાસ ધ્યાન આપવું. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીને મેક ઈન ઈન્ડિયા અભિયાનનો ખૂબ ફાયદો મળવાની પૂરી શક્યતા છે. ડેટા પેટર્ન્સ ડિફેન્સ અને એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સ સોલ્યૂશન પ્રોવાઈડર છે, તેમજ ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમ્સના ક્ષેત્રમાં મજબૂત સ્થાન ધરાવે છે. તેની ઓર્ડર બુકમાં પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સનો સમાવેશ થાય છે, અને તેની પાસે મોટા પ્રોજેક્ટ્સ પણ પાઈપલાઈનમાં છે જેને જોતા કંપનીની આવક પણ સારી રહેવાની શક્યતા છે.
Disclaimer: આ આર્ટિકલ માત્ર જાણકારી માટે છે. શેર વિશેના જે-તે અંદાજ એક્સપર્ટ્સ દ્વારા વ્યક્ત કરાયા છે જેની સાથે IamGujarat.comને કોઈ લેવા-દેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link
Leave a Reply