[ad_1]
મોટા ભાગના બ્રોકરેજીસે આ આઈપીઓને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું હતું. તેમણે ડિફેન્સ સેક્ટરની આ કંપનીને લાંબા ગાળા માટે રેટિંગ આપ્યું હતું. જોકે, કેટલાક બ્રોકરેજીસે તેની વધુ પડતી વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ડેટા પેટર્ન્સ ડિફેન્સ અને એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સ સોલ્યુશન પૂરી પાડતી ગણી ગાંઠી કંપનીઓમાં સામેલ છે. તેની પાસે શ્રેષ્ઠ ઈન-હાઉસ ડિઝાઈન અને ડેવલોપમેન્ટ સુવિધા છે. આ ઉપરાંત તેની પાસે ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. કંપની પાસે પ્રોસેસર્સ, પાવર, રેડિયો ફ્રીક્વન્સીઝ અને માઇક્રોવેવ, એમ્બેડેડ સોફ્ટવેર અને ફર્મવેર અને મિકેનિકલ એન્જિનિયરિંગ સહિત વ્યૂહાત્મક સંરક્ષણ અને એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સના સ્પેક્ટ્રમમાં ડિઝાઈન ક્ષમતાઓ છે.
મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમિટેડે આ આઈપીઓને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું છે કે અમે આ આઈપીઓને સાવચેતી સાથે સબસ્ક્રાઈબ કરવાની ભલામણ કરીએ છીએ. આ કંપની ડિફેન્સ અને એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ઝડપથી વિકસી રહેલી કંપનીઓમાં સામેલ છે. જોકે, નોંધપાત્ર વર્કિંગ કેપિટલની જરૂરીયાતો, ક્લાયન્ટ કોન્સનટ્રેશન અને પ્રોમોટર્સ પ્લેજિંગ લાંબા ગાળા માટે થોડા સાવચેત કરે છે.
[ad_2]
Source link
Leave a Reply