Dang Gang Rape: ડાંગમાં 14 વર્ષની છોકરી પર ગેંગરેપ, પોલીસે 6 યુવક સહિત 9ને ઝડપી પાડ્યા – six held, 3 minors detained for dang minor’s allegedly gang rape

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ડાંગ જિલ્લામાં ચોંકાવનારી ઘટના, બે મહિના પહેલા થયો હતો બળાત્કાર
  • આરોપીએ રેપ દરમિયાન બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • બળાત્કાર બાદ છોકરાઓએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી
  • ઘટનાના બે મહિના બાદ વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી

સુરત: ડાંગના આહવા તાલુકામાં લગભગ બે મહિના પહેલા 14 વર્ષની છોકરી સાથે સામૂહિક બળાત્કારના આરોપમાં પોલીસે શુક્રવારે છ યુવકની ધરપકડ કરી હતી, તેમજ ગુનામાં સામેલ ત્રણ છોકરાઓની પણ અટકાયત કરી હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુવતીના પરિવારે ગુરુવારે પોલીસનો સંપર્ક કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા લોકોમાં વિશાલ પવાર (20), કરશન પવાર (25), શ્યામલાલ દડવી (21), ઉમેશ ભોયે (21), સંજય પવાર (20) અને વાસન ભોયે (25)નો સમાવેશ થાય છે. આરોપીઓને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે 17 વર્ષની ઉમંરના 3 છોકરાઓને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આહવા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “નવ આરોપીઓમાંથી, ત્રણ વ્યક્તિઓએ કથિત રીતે છોકરી પર બળાત્કાર કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેમને કૃત્ય કરવામાં મદદ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી ઓક્ટોબરમાં તેના ત્રણ મિત્રો (બે છોકરાઓ અને એક છોકરી) સાથે પડોશના ગામમાં એક લગ્ન સમારંભમાં ગઈ હતી. ફંક્શન પૂરું થયા બાદ બીજી યુવતી તેના બોયફ્રેન્ડ સાથે નીકળી ગઈ હતી. રાતના 11 વાગ્યા હોવાથી છોકરીએ સાથે રહેલા બીજા છોકરા (17)ને તેની સાથે આવવા કહ્યું હતું.

એકલતાનો લાભ ઉઠાવીને છોકરો તેને જંગલમાં લઈ ગયો હતો જ્યાં તેણે તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ બસ પકડવા માટે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આરોપીના આઠ મિત્રો આવ્યા અને છોકરા અને છોકરીને ફરીથી જંગલમાં લઈ ગયા જ્યાં તેમાંથી ત્રણ જણાએ છોકરી પર બળાત્કાર કર્યો હતો. પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે અન્ય લોકોએ યુવતીને પકડી રાખી હતી ત્યારે વિશાલે તેના મોબાઈલ ફોન પર વિડીયો ઉતાર્યો હતો. થોડે દૂર પ્રકાશ દેખાતા આરોપીઓ ઘટનાસ્થળથી ભાગી ગયા હતા.

પોલીસે જણાવ્યું કે, છોકરીએ તેના પરિવારને આ ઘટના વિશે જણાવ્યું ન હતું કારણ કે તેના મિત્રએ તેને બીજા દિવસે વીડિયો બતાવ્યો હતો અને જો તેણી મોં ખોલશે તો તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. દરમિયાન, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેના સંબંધીઓએ પરિવારને ઘટનાની જાણ કરી હતી. જેથી સમગ્ર મામલે પ્રકાશમાં આવ્યો હતો. હાલ આરોપીઓ રિમાન્ડ પર હોવાથી પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *