cryptocurrency bill: ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા તરફ સરકારની આગેકૂચ, સંસદના શિયાળુ સત્રમાં લાવશે બિલ – cryptocurrency bill among 26 to be introduced in winter session of parliament

[ad_1]

ભારત સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગે એક બિલ રજૂ કરવાની છે. આ બિલનું નામ ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 છે. સરકારનો આ નિર્ણય ક્રિપ્ટો ફાઈનાન્સની વ્યાપક રૂપરેખા પર પ્રથમ વખત સંસદીય પેનલની ચર્ચાના એક સપ્તાહ બાદ આવ્યો છે. આ ચર્ચામાં સહમતી વ્યક્ત કરવામાં આવી હતી કે ક્રિપ્ટોકરન્સીને રોકી શકાય નહીં પરંતુ તેને રેગ્યુલેટ કરવી જોઈએ.

સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટે એક બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. ક્રિપ્ટોકરન્સી બિલ ઉપરાંત કુલ 26 બિલ સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે.

આ બિલ અંતર્ગત ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો, ડીલર, એપ ડેવલોપર, માઈનિંગ કરનારા સહિત તમામ સંબંધિત પક્ષ આવશે. આ બિલથી ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ જશે એટલે કે ક્રિપ્ટોમાં શું-શું હશે અને શું નહીં હોય. આ સ્પષ્ટતા આ બિલ દ્વારા થઈ જશે. તેનાથી ક્રિપ્ટો પર ટેક્સ અને નિયમ-નિયંત્રણ સંબંધિત ભ્રમ પણ દૂર થઈ જશે.

નોંધનીય છે કે અત્યાર સુધી સ્પષ્ટ નથી કે ક્રિપ્ટોની ડિજિટલ એસેટ તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે કે કોઈ કોમોડિટી તરીકે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સીને લગતી કાયદા-નિયમો આવી ગયા બાદ તેમાં સ્થિરતા આવશે અને રોકાણકારોના હિતની પણ રક્ષા થશે. જોકે, સરકાર અને રિઝર્વ બેંકે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ક્રિપ્ટોને કોઈ પણ પ્રકારે લેવડ-દેવડ સિસ્ટમનો ભાગ બનાવવામાં આવશે નહીં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *