[ad_1]
હાઈલાઈટ્સ:
- ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ દુનિયાભરમાં સતત વધી રહ્યો છે અને ભારતમાંથી પણ તેમાં અબજોનું રોકાણ થયેલું છે.
- ભારત સરકાર પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર લગામ કસવા માટે એક બિલ લાવવા જઈ રહી છે.
- પ્રાઈવેટ અને ખાનગી ક્રિપ્ટોકરન્સી વચ્ચે શું ફરક છે તે અમે તમને અહીં વિગતવાર જણાવી રહ્યા છીએ.
જો તમે પણ ક્રિપ્ટોકરન્સીને ગંભીરતાથી સમજવા ઈચ્છો છો તો તમને એ જાણ હોવી જોઈએ કે, ક્રિપ્ટોકરન્સી બે પ્રકારની હોય છે. તેમાંથી એક છે પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી અને બીજી છે પબ્લિક ક્રિપ્ટોકરન્સી. જો તમે આ બંને વચ્ચેનો ફરક નથી જાણતા તો આજે અમે તમને આ અંગે વિગતવાર જણાવી રહ્યા છીએ.
પબ્લિક ક્રિપ્ટોકરન્સી
એવી બધી ક્રિપ્ટોકરન્સી જેના ટ્રાન્જેક્શન એકબીજા સાથે લિંક હોય તેને પબ્લિક ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. પબ્લિક ક્રિપ્ટોકરન્સીમાં એ જાણી શકાય છે કે, આ કરન્સી કઈ-કઈ વ્યક્તિ પાસેથી પસાર થઈ છે. બિટકોઈન, ઈથર કે ટેલરથી લઈને બધી મોટી ક્રિપ્ટોકરન્સી પબ્લિક ક્રિપ્ટોકરન્સી છે.
પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી
ઘણી ક્રિપ્ટોકરન્સી એવી છે, જેની લેવડ-દેવડની જાણકારી જાહેર નથી કરાતી, તેને પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. મોનેરો, ડેશ અને બીજા ક્રિપ્ટો ટોકન પણ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીમાં આવે છે. આ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીમાં યૂઝરની પ્રાઈવસી જળવાઈ રહે છે, તેમનો ડેટા સુરક્ષિત રહે છે. તેને પ્રાઈવેટ ટોકન પણ કહેવાય છે.
પ્રાઈવેટ ટોકનની ખાસિયત
પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી યૂઝરના વોલેટના બેલેન્સ અને તેનું સરનામું જાહેર નથી થવા દેતી. આ વિશેષતાને પગલે તેનો ઉપયોગ ગેરકાયેદસર પ્રવૃત્તિઓમાં થઈ શકે છે. ભારતમાં સરકાર ક્રિપ્ટોકરન્સી પર જે કાયદો લાવી રહી છે, તે અંતર્ગત પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા છે.
પ્રાઈવેટ ક્રિપ્ટોની ટેકનિક
પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પ્રાઈવેટ બ્લોકચેઈનની મદદથી ચાલે છે. તેને ટેસ કરવી લગભગ અશક્ય થઈ જાય છે. સામાન્ય રીતે તેની વ્યાખ્યા પણ એ જ છે. જીકેશ, મોનેરો, ડેશ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીના કેટલાક ઉદાહરણ છે, તો બિટકોઈન, ડોગકોઈન, ઈથેરિયમ આ બધી પબ્લિક ક્રિપ્ટોકરન્સી છે, જેના ટ્રાન્જેક્શનને ટ્રેસ કરી શકાય છે.
ક્રિપ્ટોના દુરુપયોગ પર નજર
ક્રિપ્ટોકરન્સીના ટ્ર્રાન્જેક્શનને ટ્રેસ કરવા ઘણા જટિલ છે અને સરકારનું માનવું છે કે, તેનો મોટા સ્તર પર દુરુપયોગ થઈ શકે છે. ક્રિપ્ટોનો હવાલા ફંડિગ કે ટેરર ફંડિંગ માટે ઉપયોગ કરી શકાય છે, એટલે તેના પ્રતિબંધિત કે રેગ્યુલેટ કરવાની જરૂર છે.
વાવના રામકથાકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી ખૂલ્લી ધમકી
[ad_2]
Source link
Leave a Reply