cryptocurrancy: ક્રિપ્ટોકરન્સીની દેશભરમાં થઈ રહી છે ચર્ચા, હવે પીએમ મોદીએ કરી મોટી વાત – cryptocurrencies do not fall into the wrong hands says pm modi in sidney talk

[ad_1]

હાઈલાઈટ્સ:

  • પીએમ મોદીએ ‘સિડની સંવાદ’માં ક્રિપ્ટોકરન્સીને લઈને વિશ્વના લોકાશાહીને દેશોને કરી મહત્વની વાત.
  • તેમણે કહ્યું કે, ક્રિપ્ટોને ખોટા હાથોમાં જતી બચાવવી પડશે નહીં તો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે.
  • પીએમ મોદીએ લોકશાહી દેશોને ભવિષ્યની ટેકનોલોજીના રિસર્ચ અને વિકાસમાં સાથે મળીને કામ કરવા આહવાહન કર્યું.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બધા લોકશાહી દેશોને સાથે મળીને એ સુનિશ્ચિત કરવાનું આહવાહન કર્યું કે તેઓ ક્રિપ્ટોકરન્સી ખોટા હાથોમાં જવા ન દે, નહીં તો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. તેમણે ડિજિટલ ક્રાંતિથી ઊભા થઈ રહેલા પડકારોનો સામનો કરવા માટે સમાન વિચારવાળા દેશોએ એકજૂથ થવાની જરૂર હોવા પર ભાર મૂક્યો.

વડાપ્રધાનએ ઓસ્ટ્રેલિયા તરફથી આયોજિત ‘સિડની સંવાદ’ને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરતા કહ્યું કે, ડેટા ‘નવું હથિયાર’ બની રહ્યું છે અને તે દેશોની પસંદ પર નિર્ભર કરશે કે તે ટેકનોલોજીના બધા શાનદાર સાધનોનો ઉપયોગ સહયોગ માટે કરે છે કે સંઘર્ષ માટે, બળ દ્વારા શાસન ચલાવવા કરે છે કે પસંદને અનુરૂપ, પ્રભુત્વ માટે કરે છે કે વિકાસ માટે. મોદીએ કહ્યું કે, લોકશાહી દેશોએ ભવિષ્યની ટેકનોલોજીના રિસર્ચ અને વિકાસમાં સાથે મળીને રોકાણ કરવું જોઈએ, વિશ્વસ્ત નિર્માણ આધાર અને વિશ્વસ્ત આપૂર્તિ શ્રુંખલાનો વિકાસ કરવો જોઈએ અને જન ભાવનાને પ્રભાવિત થતી રોકવી જોઈએ.
ભારત પાસે હશે પોતાની ક્રિપ્ટોકરન્સી! આગામી વર્ષે RBI લાવી શકે છે ડિજિટલ કરન્સી
વડાપ્રધાનની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે વિશ્વમાં ચીન દ્વારા પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે નવા યુગની ટેકનોલોજીના ઉપયોગને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિજિટલ યુગના લાભોને ધ્યાનેમાં રાખતા વડાપ્રધાને એમ પણ કહ્યું કે, દુનિયા દરિયાથી લઈને સાઈબર અને અવકાશ સુધી નવા પ્રકારના સંઘર્ષો અને જોખમોનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે, ‘લોકશાહી દેશોની સૌથી મોટી તાકાત તેનું ખુલ્લાપણું છે. જોકે, આપણે આ ખુલ્લાપણાનો દુરુપયોગ કરનારા કેટલાક સ્વાર્થોને મંજૂરી ન આપવી જોઈએ.’

તેમણે કહ્યું કે, ડિજિટલ યુગએ રાજકીય, અર્થવ્યવસ્થા અને સમાજને પુનઃવ્યાખ્યાયિત કર્યા છે અને તે સાર્વભૌમિકતા, શાસન, નીતિ, કાયદાઓ, અધિકારો અને સુરક્ષાને લઈને નવા સવાલ પણ ઊભા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, લોકશાહી દેશોએ ટેકનિકલ અને શાસન માનપંદડો થતા નિયમો સાથે જ ડેટા શાસન અને સરહદોથી ઉપર ઉઠીને આવતા-જતા આંકડાની સુરક્ષા માટે માપદંડ તથા નિયમોની રચનામાં સહકારનું વલણ અપનાવવું જોઈએ.
બીટકોઈન પર સરકારનું મન તૈયાર! ક્રિપ્ટો કરન્સી નહીં તમારી સંપતિ ગણાશે, જાણો કઈ રીતે
તેમણે ક્રિપ્ટોકરન્સીનો ઉદાહરણ આપતા કહ્યું કે, ‘એ મહત્વપૂર્ણ છે કે બધા લોકશાહી દેશો સાથે મળીને કામ કરે અને એ સુનિશ્ચિત કરે કે તે ખોટા હાથોમાં ન જાય, જે આપણા યુવાનોને બરબાદ કરી શકે છે.’ મોદીએ આશા વ્યક્ત કરી કે, સિડની ડાયલોગનો આ મંચ આ યુગમાં ‘આપણી ભાગીદારીને આકાર આપવામાં અને વિશ્વ તેમજ આપણા દેશોના ભવિષ્ય પ્રત્યે આપણી જવાબદારીને પૂરી કરવામાં મદદ કરશે.’

‘સિડની સંવાદ’ અંતર્ગત રાજકારણીઓ, ઉદ્યોગ જગતની હસ્તીઓ અને સરકારી અગ્રણીઓને વ્યાપક ચર્ચા કરવા, નવા વિચારોનું સર્જન કરવા અને ઊભરતી તેમજ મહત્વપૂર્ણ ટેકનોલોજીથી ઊભી થયેલી તકો અને ઊભા થયેલા પડકારોની સમાન્ય સમજ વિકસિત કરવાની દિશામાં કામ કરવા મટે એક મંચ પર લાવવાનો પ્રયાસ છે.

આ 5 બેન્કના શેર્સ 1 વર્ષમાં આપી શકે છે સારું એવું વળતર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *