crypto token: આ અજાણ્યા ક્રિપ્ટો ટોકને મચાવી ધૂમઃ 2 કલાકમાં જ રૂ. 1000નું રોકાણ થયું રૂ. 60 લાખ – crypto token sured and makes rs 1000 into rs 60 lakh within two hours

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ક્રિપ્ટો ટોકન શિહ ત્ઝુ (SHIH) ટોકને ફક્ત બે જ કલાકતમાં ધૂમ મચાવી દીધી હતી
  • આ ટોકન એવા ટોકન્સમાં સામેલ થઈ ગયો છે જેને ઉછાળા બાદ જ લોકોએ જાણ્યો છે
  • શિહ ત્ઝુ ટોકન ઈઆરસી-20/બીઈપી20 ટોકન છે જે ઈથેરિયમ અને બાઈનાન્સ સ્માર્ટ ચેન પર બનાવવામાં આવ્યો છે

ક્રિપ્ટોકરન્સીનું સમાનાર્થી વોલેટિલિટી કહી શકાય કેમ કે ક્રિપ્ટો ટોકન અને કોઈનમાં જે રીતે વધ-ઘટ જોવા મળે છે તેના પરથી આ વાત સાચી ઠરે છે. સોમવારે એક ક્રિપ્ટો ટોકનમાં ભયંકર ઊછાળો જોવા મળ્યો હતો. શિહ ત્ઝુ (SHIH) ટોકને ફક્ત બે જ કલાકતમાં ધૂમ મચાવી દીધી હતી.

કોઈનમાર્કેટકેપના ડેટા પ્રમાણે આ ટોકનમાં 6,00,000 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શિહ ત્ઝુ કોઈન 0.000000009105 ડોલરથી ઉછળીને 0.00005477 ડોલર પર પહોંચી ગયો હતો. ક્રિપ્ટો ટ્રેડર્સમાં પણ આ કોઈન જાણીતો ન હતો તેમ છતાં ગણતરીના કલાકોમાં જ તેમાં રોકેટગતિએ ઉછાળો જોવા મળ્યો હતો.

આ ટોકન એવા ટોકન્સમાં સામેલ થઈ ગયો છે જેને ઉછાળા બાદ જ લોકોએ જાણ્યો છે. કોકોસ્વેપ, ઈથેરિયમ મેટા અને એઆરસી ગવર્નન્સ એવા ક્રિપ્ટો ટોકન છે જેમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ તમામ ઉછાળા અલ્પજીવી સાબિત થયા હતા.

શિહ ત્ઝુ ક્રોસ-ચેન-બેઝ્ડ મીમ ટોકન છે. ક્રિપ્ટો માર્કેટ પર નજર રાખી રહેલા એનાલિસ્ટ્સે પણ કહ્યું છે કે શિ ત્ઝુના સર્ક્યુલેટિંગ સપ્લાય પર કોઈ પણ જાતની માહિતી ઉપલબ્ધ નથી. તેનો મેક્સિમમ સપ્લાય 1,000,000,000,000,000 શિહ ત્ઝુ કોઈન છે.

બ્લોકચેન એન્ડ ઈમર્જિંગ ટેક ઈવેન્જેલિસ્ટ શરત ચંદ્રાએ જણાવ્યું હતું કે, આ ટોકનની કિંમત કોઈ પણ હાલતમાં ટકી શકે તેમ નથી. તે ફક્ત એનએફટી અને મેટાવર્સ ગેમિંગ મોમેન્ટમની પાછળ ભાગી રહ્યો છે.

ટોકનની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, શિહ ત્ઝુ ટોકન ઈઆરસી-20/બીઈપી20 ટોકન છે જે ઈથેરિયમ અને બાઈનાન્સ સ્માર્ટ ચેન પર બનાવવામાં આવ્યો છે. જેનું ફોકસ જીવનની ગુણવત્તા સુધારવા અને આનંદમાં વધારો કરવા પર છે. અમે પ્રાણીઓના હકોની રક્ષા કરતા ગ્રુપને ડોનેટ કરવાની ભલામણ કરીએ છીએ. શિહ ત્ઝુની ટીમ પ્રાણીઓ માટે નવી આશા લાવવા માટે પ્રતિબદ્ધ છે જેમને ત્યજી દેવામાં આવ્યા છે અથવા તો તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *