[ad_1]
હાઈલાઈટ્સ:
- રોનાલ્ડોના પોર્ટુગલ સાથેના સંબંધોને લઈને કેટલાક લોકો તેની પ્રતિમા મૂકવાનો વિરોધ કરી રહ્યા છે.
- અર્જુન એવોર્ડ વિજેતા અને ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન બ્રૂનો કોટિન્હો જેવા સ્થાનિક દિગ્ગજ પ્લેયરની ઉપેક્ષા કરવાનો પણ થઈ રહ્યો છે આક્ષેપ.
- સરકારનું કહેવું છે કે, આ પ્રતિમાનો ઉદ્દેશ્ય યુવાનોને દિગ્ગજ ખેલાડીથી પ્રેરિત કરવાનો છે.
સ્થાનિક ભાજપ સાંસદ અને પોર્ટ મંત્રી માઈકલ લોબોએ કહ્યું કે, ‘આ ભારતમાં ક્રિસ્ટિયાનોની પહેલી પ્રતિમા છે. તે આપણા યુવાનોને પ્રેરિત કરવા ઉપરાંત બીજું કંઈ નથી. જો તમે ફૂટબોલને બીજા સ્તર પર લઈ જવા ઈચ્છો છો, તો તે આજ છે જે યુવાનોને તેમની સાથે સેલ્ફી લેવા પ્રેરિત કરશે.’ તેમણે કહ્યું કે, ‘પ્રતિમા માત્ર પ્રેરિત કરવા માટે છે. અમે સરકાર પાસે સારા મેદાન, સારું માળખું અને સારા કોચ ઈચ્છીએ છીએ.’
લોબોએ કહ્યું કે, ભારતની વિશાળ વસ્તી છતાં, દેશની ફૂટબોલ ટીમ નાના દેશોને પણ હરાવી શકતી નથી અને ગોવા તેમજ ભારત માટે ખ્યાતિ લાવનારા ખેલાડીઓને ગોવાના દરેક ગામમાં યોગ્ય કોચિંગ સુવિધા મળવી જોઈએ. તેમણે કહ્યું કે, ‘ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાર્કમાં આવનારા લોકો તેમના જેવા બનવા અને ગોવા તેમજ ભારત માટે રમવા માટ પ્રેરિત થશે.’
જોકે, લોકપ્રિય નાઈટ ક્લબ ટાઈટોસ ઈન કેલંગુટના માલિક રિકાર્ડો ડિસૂઝાનું કહેવું છે કે, તેને બદલે બ્રૂનો કોટિન્હો અને સમીર નાયક જેવા સ્થાનિક ફૂટબોલ આઈકનની પ્રતિમા સ્થાપિત કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, ‘રોનાલ્ડોની પ્રતિમા વિશે સાંભળીને હું ઘણો નિરાશ છું. સમીર નાયક અને બ્રૂનો કોટિન્હો જેવા આપણા પોતાનો આઈકન પર ગર્વ કરવાનું શીખવું જોઈએ.’
અનાવરણ સમારંભમાં કેટલાક જમણેરી વિચારધારા ધરાવતા પ્રદર્શનકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે, પોર્ટુગલના નાગરિક રોનાલ્ડોની પ્રતિમા બનાવવી ગોવાનું અપમાન છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે રાજ્ય પોર્ટુગલના શાસનમાંથી મુક્તિની 60મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.
ડૉગ્સ પાછળ મહિને હજારો રુપિયા ખર્ચી રહ્યા છે અમદાવાદીઓ!
[ad_2]
Source link