crime branch arrested 6 with drugs: 31stની ઉજવણી પહેલાં પોલીસને મોટી સફળતા, ડ્રગ્સ સાથે 6 શખ્સ ઝડપાયા – ahmedabad crime branch arrested 6 with drugs

[ad_1]

| I am Gujarat | Updated: Dec 29, 2021, 10:57 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 31 ડિસેમ્બરની પાર્ટીને લઈ ડ્રગ્સની હેરાફેરી કરતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે

 

હાઈલાઈટ્સ:

  • પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે
  • પોલીસે વોચ ગોઠવીને 6 ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા, એક આરોપી કોસ્મેટિકનો વેપારી છે
  • રાધનપુરથી લાવેલો આ જથ્થો અમદાવાદમાં હર્ષ શાહ અને અખિલ ભાવસારને આપવાના હતા

અમદાવાદઃ રાજ્યમાં હવે ડ્રગ્સના સેવનનું પ્રમાણ વધ્યું છે. કેટલાંક યંગસ્ટર્સ ડ્ર્ગ્સના રવાડે ચઢી ગયા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 31 ડિસેમ્બરની પાર્ટીને લઈ ડ્રગ્સની હેરાફેરી કરતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાંથી એક કોસ્મેટિકનો વેપારી છે. આ વેપારી છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો અને ડ્રગ્સનું વેચાણ પણ કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ છ શખ્સોને મેમનગર પાસેથી ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આ 6 શખ્સો પાસેથી 500 ગ્રામ ચરસ અને કુલ 11 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આ શખ્સો રાધનપુરથી ચરસનો જથ્થો લાવીને અમદાવાદ વેચવાના હતા. જો કે, આ અંગેની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી કે, રાજસ્થાનથી ગુજરાતમાં ચરસ આવી રહ્યું છે. જે બાદ પોલીસે પોતાની ટીમ બનાવીને વોચ ગોઠવીને આ લોકોને ઝડપી પાડ્યા હતા.
કિશોર વિદ્યાર્થીઓને લઈ જતી હતી હોટલમાં, પછી ‘ગંદી હરકતો’ કરતી હતી મહિલા શિક્ષક
પોલીસે જ્યારે તમામ આરોપીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, એક આરોપી કે જેનું નામ મેહુલ રાવલ છે તે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે મહેસાણાનો રહેવાસી છે. તે પોતાના મિત્રો કૃણાલ પટેલ, અર્જુન સિંહ ઝાલા અને બ્રિજેશ પટેલ સાથે મળીને આ ડ્ર્ગ્સ અમદાવાદમાં લાવીને હર્ષ શાહ તથા અખિલ ભાવસારને આપવાના હતા. જો કે, આરોપી હર્ષ શાહ મૂળ કોસ્મેટિકનો વેપારી છે અને છેલ્લાં બે વર્ષથી તે ડ્રગ્સનું સેવન કરતો હતો.
હજીરામાં 4 વર્ષની બાળકીનો રેપ કરી હત્યા કરનારા નરાધમને આજીવન કેદની સજા
મહત્વની વાત એ પણ છે કે, શહેરના પોશ વિસ્તારમાં એસજી હાઈવે, ગુરૂકુળ અને સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં પણ ડ્રગ્સનું સેવન વધ્યું છે. જો કે, ક્રાઈમ બ્રાંચે તો હાલ આ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ રાધનપુરથી જે આ વેપલો કરે છે તે મૂળ ડ્રગ્સ માફિયા ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. જેમાં આગળ વધુ ખુલાસો થવાની શક્યતા છે.

તુલસીશ્યામ પાસે રસ્તાની વચ્ચોવચ્ચ આરામ ફરમાવતા દેખાયા સાવજ

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : ahmedabad crime branch arrested 6 with drugs
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link