[ad_1]
જિલ્લા પંચાયતના CDHO એટલે કે હેલ્થ અધિકારીને આ અંગેની જવાબદારી સોંપાઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે, ઘણાં મૃતકોના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નવા ડેથ સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરી હતી. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં તેની ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 નવેમ્બરથી શરૂ થઈ હતી.
કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું ડેથ સર્ટિફિકેટ પણ ફરજિયાત કરાયું છે. જેના ફોર્મની પ્રક્રિયા 15 નવેમ્બરથી શરૂ થઈ છે. જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે, મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર આપી હોય તે મૃત્યુનું કારણ જણાવી શકે છે. એવામાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો ફોર્મ નંબર 4 અને તે સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે. ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટલા દર્દીઓનાં પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
[ad_2]
Source link
Leave a Reply