[ad_1]
સમયની વક્રતા તો જુઓ જ્યાં એક તરફ હજારો લોકો એ સાબિત કરવા માટે મથામણ કરી રહ્યા છે કે તેમના સ્વજન કોરોનાથી મૃત્યુ પામ્યા છે જેથી રાજ્ય સરકાર દ્વારા તેમને સહાય વળતર મળે.

હાઈલાઈટ્સ:
- મૂળ ધોરાજીના રહેવાસીએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યો કે તેમના દીકરાને કોરોના ન હતો થયો જેથી વીમાની રકમ મળે.
- વીમા કંપનીએ કોરોનાનું બહાનું કાઢીને હોસ્પિટલમાં થયેલા ખર્ચા પૈકી ક્લેમની રકમના અડધોઅડધ કાપી લીધા.
- કંપનીએ બહાનું દેખાડ્યું કે સરકારે કોરોના હોસ્પિટલ ખર્ચ મામલે પરિપત્ર બહાર પાડ્યો છે તે મુજબ રકમ કાપી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના રહેવાસી દિલીપ કોરાડોયા જેમના પુત્રને વાયરલ ન્યુમોનિયા થતાં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ તેમણે વીમા કંપની પાસે ક્લેમ કર્યો તો કંપનીએ કોરોના દરમિયાન હોસ્પિટલના ચાર્જને લઈને સરકાર દ્વારા કેપિંગ અંગેના પરિપત્રને ટાંકીને તેમના દીકરાની સારવારના બિલની અડધી રકમ કાપી લીધી હતી. જે બાદ ન્યાય માટે તેમણે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચનો સંપર્ક કરવો પડ્યો હતો. વીમા કંપની પર દાવો માંડ્યા પછી જ તેણે વિવાદનું સમાધાન કર્યું અને કોરાડિયાને સંતોષકારક રકમ ચૂકવી આપી હતી.
કેસની વિગતો મુજબ, કોરાડિયાએ તેમના પરિવાર માટે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી રૂ. 7.25 લાખનું કવર ખરીદ્યું હતું. તેમનો પુત્ર મીત 29 સપ્ટેમ્બર, 2020ના રોજ બીમાર પડ્યો હતો અને તેને સુરતમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં વાયરલ ન્યુમોનિયા માટે તેની સારવાર કરવામાં આવી હતી અને 5 ઓક્ટોબરે તેને રજા આપવામાં આવી હતી. જે માટે રુ. 2.02 લાખનું મેડિકલ બિલ આવ્યું હતું.
ડિસ્ચાર્જ સમરીમાં હોસ્પિટલે જણાવ્યું હતું કે દર્દી વાયરલ ન્યુમોનિયાથી પીડાતો હતો અને તે કોવિડ-પોઝિટિવ નહોતો. ડિસ્ચાર્જના એક દિવસ પછી, કોરાડિયાએ વીમા કંપનીને વળતર માટે કહ્યું. વીમા કંપનીએ રૂ. 1.01 લાખની રકમ મંજૂર કરી અને રૂ. 1.03 લાખ કાપ્યા. વીમા કંપનીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડ-19 પરિપત્રને ટાંકીને પોતે આપેલા કોવિડ-19 માટે હોસ્પિટલના ચાર્જીસના અડધા વળતરને યોગ્ય ઠેરવ્યું હતું. કોરાડિયા વીમા કંપની સાથે સહમત ન હતા અને દાવો કર્યો હતો કે 97,000 રૂપિયાની રકમ ખોટી રીતે કાપવામાં આવી હતી.
પિતાએ ડિસેમ્બરમાં વીમા કંપની દ્વારા જારી કરાયેલ બિલ આકારણી શીટને ટાંકી હતી જેમાં અંતિમ નિદાનનો ઉલ્લેખ વાયરલ ન્યુમોનિયા તરીકે કરવામાં આવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ પોઝિટિવ નથી. તેણે દાવો કર્યો કે તેનો પુત્ર કોવિડ-19થી પીડિત નથી અને ડિસ્ચાર્જ રિપોર્ટમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે. તેમણે દલીલ કરી કે જ્યારે દર્દીને વાયરલ ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હોય અને કોવિડ-નેગેટિવ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોવિડ19 પરિપત્ર મેડિક્લેમમાંથી રકમ કાપવા માટે અપ્રસ્તુત બને છે.
જ્યારે વીમા કંપનીને જાણવા મળ્યું કે આ મુદ્દો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે તેણે વિવાદનું સમાધાન કરવાની ઓફર કરી. કોરાડિયાને અમુક દવાઓની કિંમત અને હોસ્પિટલના ડિસ્કાઉન્ટ અંગે નજીવી કપાત સામે વાંધો નહોતો અને 83,000 રૂપિયાની વધારાની ચુકવણી પર વિવાદનું સમાધાન થયું હતું. જેના કારણે તેમણે આ મહિનાની શરૂઆતમાં તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply