covid 19 cases in vadodara: 6 મહિના સુધી કોરોના સામેની જંગ લડ્યા મહિલા, સ્વસ્થ થઈ ઘરે પરત ફરતાં પરિવારે કર્યું સ્વાગત – vadodara 45-year-old woman beats covid 19 after 202 days of hospitalization

[ad_1]

હાઈલાઈટ્સ:

  • એપ્રિલ મહિનામાં પિતાની અંતિમ ક્રિયામાંથી આવ્યા બાદ મહિલાની લથડી હતી તબિયત
  • પહેલી મેના રોજ ઓક્સિજન લેવલ ઘટી જતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા
  • મહિલાને ઓક્સિજનની જરૂરિયાત ઓછી પડતાં શુક્રવારે ડિસ્ચાર્જ કરાયા હતા

સચિન શર્મા, વડોદરાઃ 45 વર્ષીય મહિલાને કોવિડ-19ને હરાવવામાં અને હોસ્પિટલમાં દાખલ થયાના લાંબા સમય બાદ દાહોદમાં પોતાના પરિવાર પાસે વિજયી થઈને પરત ફરવામાં 202 દિવસનો (6 મહિના) સમય લાગ્યો હતો. તેમણે દાહોદ અને વડોદરામાં સારવાર લીધી હતી, તેમને ઓક્સિજનની ઓછી જરૂરિયાત પડતા અને સ્થિતિ સુધર્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

એપ્રિલમા પિતાને ગુમાવનારા ગીતા ધાર્મિક 23મી એપ્રિલે તેમની અંતિમ વિધિ માટે ભોપાલ ગયા હતા. 25મી એપ્રિલે ત્યાંથી પરત ફર્યા બાદ ગીતાની તબિયત બગડી હતી અને આ સાથે તેમની બિમારી સાથેની લાંબી મુસાફરીની શરૂઆત થઈ હતી.

ભારત માટે રાહતની વાત! યુરોપ જેવી ગંભીર લહેર આવવાની સંભાવના નહિવત્
ગીતા ધાર્મિકના પતિ ત્રિલોક ધાર્મિક, કે જેઓ રેલવે કર્મચારી છે તેમણે કહ્યું હતું કે, ગીતા હોમ ક્વોરન્ટિન થયા હતા અને આરટી-પીસીઆર માટે તેમના સેમ્પલ આપ્યા હતા. જો કે, પહેલી મેના રોજ તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું અને તાવ આવ્યો હતો, બાદમાં તેને દાહોદ રેલવે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ‘રિપોર્ટમાં તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું’, તેમ ત્રિલોકે જણાવ્યું હતું.

શરૂઆતના ત્રણ દિવસ ગીતાની તબિયત સારી હતી, પરંતુ 5મી મેના રોજ તબિયત લથડી હતી અને 7મી મેના રોજ તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 23 મે સુધી રખાયા હતા. ‘અમે તેને ફરીથી દાહોદ શિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું કારણ કે, તેને માત્ર ઓક્સિજનની જરૂર હતી અને અન્ય તમામ સારવાર કરવામાં થઈ ચૂકી હતી’, તેમ ત્રિલોકે ઉમેર્યું હતું.

બોપલમાં એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ, પાડોશી ક્વોરેન્ટાઈન
ગીતાને ફરીથી દાહોદ રેલવે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે મહિના સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને બાદમાં એક મહિના BiPAP મશીન પર રહ્યા હતા. તે બાદ પણ, તેમને વધારે ઓક્સિજનની જરૂર પડતી હતી. ત્રિલોકે જણાવ્યું હતું કે, લગભગ એક મહિના પહેલા ગીતાની ઓક્સિજનની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, તેમને માત્ર 1થી 1.5 કિલો ઓક્સિજનની જરૂર પડતી હતી. ‘તે ફરીથી સ્વસ્થ થઈ હતી, જેવી તે સંક્રમણ લાગ્યું તેના પહેલા હતી. ડોક્ટરે શુક્રવારે તેને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લીધો હતો’, તેમ તેણે કહ્યું હતું.

ગીતાને હજી ઓક્સિજન સપોર્ટની જરૂર છે, પરંતુ તે 10થી 15 મિનિટ તેનાથી દૂર રહી શકે છે. ‘અમે હવે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર સાથે મેનેજ કરી શકીએ છીએ. અમારા ઘર પર એક સિલિન્ડર રાખવામાં આવ્યો છે’, તેમ ત્રિલોકે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગીતાના ફેફસા સંપૂર્ણપણે રિકવર થયા નથી અને સમય જતાં તેમને કદાચ ઓક્સિજન સપોર્ટની જરૂર નહીં પડે.

ગીતા ધાર્મિકની કોરોના સામેની જંગ દરમિયાન કેટલીકવાર ડોક્ટરે પણ કહી દીધું હતું કે, હવે અમારા હાથમાં કંઈ નથી. છતાં ગીતાએ મક્કમ મનોબળથી કોરોનાને હરાવ્યો હતો જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. આટલું નહીં પરિવારના સભ્યોએ હોસ્પિટલના સ્ટાફને પણ મીઠાઈ ખવડાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *