covavax: બાળકોની રસી ‘Covavax’ને WHOએ આપી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી – world health organization approved child vaccine covavax emergency use

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સીરમ ઇન્સ્ટીટ્યૂટે આ કોરોના વેક્સીન Novavax કંપની સાથે મળીને તૈયાર કરી છે
  • WHOનું માનવુ છે કે ઓછી આવકવાળા દેશોમાં આ વેક્સીનથી રસીકરણ ઝડપી બનશે
  • ભારતમાં પણ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે કંપનીએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ વચ્ચે WHOએ સીરમ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલી બાળકોની રસી ‘Covavax’ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી છે. તેમણે આ કપરા સમયમાં Covavaxને મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને લીધેલા નિર્ણયને મહત્વનું પગલુ ગણાવ્યું છે. તેમનું કહેવુ છે કે, બાળકો માટેની રસી Covavax વધારે અસરકારક અને સુરક્ષિત છે.

Covavax કોરોના વેક્સીનને સીરમ ઇન્સ્ટીટ્યૂટે Novavax કંપની સાથે મળીને તૈયાર કરી છે. આ વેક્સીનના પરીક્ષણ મહત્વના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. જેના લીધે વિશ્વ આરોગ્ય સંગઠને રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. WHOનું કહેવુ છે કે, ઓછી આવકવાળા વિકાસશીલ દેશોમાં આ વેક્સીન વદુ ફાયદાકારક નીવડશે અને આવા દેશોમાં રસીકરણ ઝડપથી કરી શકાશે.
આ વિશે WHOની ડો. મેરીએન્જેલા જણાવે છે કે, નવા વેરિયન્ટ વચ્ચે વેક્સીન જ એક પ્રભાવશાળી સાધન છે જે લોકોને ગંભીર બીમારીથી બચાવી શકે એમ છે. તેમણે જણાવ્યા અનુસાર દુનિયામાં 41 દેશ એવા છે જ્યાં 10 ટકાથી ઓછા પ્રમાણમાં રસીકરણ થયું છે. જ્યારે 98 દેશ એવા છે જ્યાં 40 ટકા રસીકરણ નથી થયું. એવામાં વેક્સીનને મંજૂરી આવા દેશોમાં રસીકરણને ઝડપી બનાવવામાં મદદરુપ બની શકે છે.

કંપનીએ ભારતમાં પણ Covavaxના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપની દાવો કરી રહી છે કે કોરોના વિરુદ્ધ લડાઈમાં Covavax કોરોના વેક્સીન નિર્ણાયક ભૂમિકા ભજવશે.
6 મહિનામાં આવી જશે બાળકોની કોરોના રસી ‘Covavax’, અદાર પૂનાવાલાએ આપી ખુશખબરવર્તમાન સમયમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવિડની અન્ય રસીઓ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી પ્રાપ્ત છે. અત્યાર સુધી બાળકોમાં આ વાયરસના ગંભીર લક્ષણો જોવા નથી મળ્યા. પરંતુ ઓમિક્રોનને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા દર્શાવે છે કે આ ઓમિક્રોન સંક્રમણ બાળકોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે. લગ્ન-પાર્ટીઓમાં જનારાને સંક્રમણનો વધુ ખતરો, વધુ ઝડપથી ફેલાઈ શકે છે ઓમિક્રોનનો ચેપUKમાં Omicronની સામે ‘ફેલ’ થઈ કોવિશિલ્ડ રસી! ભારતનું વધી શકે છે ટેન્શન

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *