Corporate houses in Banking: ટાટા-બિરલાને બેંક ચલાવવા નથી દેવા ઈચ્છતી આરબીઆઈ, આ મામલે કેમ કડક થઈ રહ્યા છે નિયમ? – reserve bank of india mum on corporate entry in banks

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ભારતમાં ઉદ્યોગ ગૃહો છેલ્લા ઘણા સમયથી બેંકિંગ બિઝનેસમાં એન્ટ્રી કરવા ઈચ્છે છે.
  • આરબીઆઈએ આ મામલે સૂચન મૌન ધારણ કરી રાખ્યું છે.
  • ઉદ્યોગ ગૃહોની બેંકિંગ ક્ષેત્રમાં એન્ટ્રીની પૂર્વ બેંકરો અને રાજકારણીઓ ટીકા કરી ચૂક્યા છે.

નવી દિલ્હી: રિઝર્વ બેંકે ઉદ્યોગ ગૃહોની કોમર્શિયલ બેંકિંગમાં એન્ટ્રી પર મૌન ધારણ કરી રાખ્યું છે. આરબીઆઈએ એક ઈન્ટરનલ વર્કિંગ ગ્રુપના 33 સૂચનોમાંથી 21નો સ્વીકાર કર્યો છે. તેનાથી ટાટા અને બિરલા જેવી દિગ્ગજ કંપનીઓના બેકિંગ બિઝનેસ શરૂ કરવાના સપના પર પાણી ફરી શકે છે.

ભારતમાં ઉદ્યોગ ગૃહો ઘણા સમયથી કોમર્શિયલ બેંકિંગ બિઝનેસમાં એન્ટ્રી કરવા ઈચ્છે છે. ઘણા પૂર્વ બેન્કર અને રાજકારણીઓએ આ વાતની ટીકા કરી છે. ઔદ્યોગિક ગૃહોના કોમર્શિયલ બેંક ચલાવવાના પ્રસ્તાવને આરબીઆઈ ફગાવી ચૂકી છે. ભારતીય રિઝર્વ બેંકે તે પછી પણ કહ્યું છે કે, આ પ્રકારના 12 પ્રસ્તાવો પણ વિચારાધીન છે. તે સાથે જ ભારતીય રિઝર્વ બેંકે મિનિમમ કેપિટલની જરૂરિયાતને બે ગણી કરી હજાર કરોડ રૂપિયા કરી દીધી છે. તે સાથે જ બેંકમાં પ્રમોટર્સની ભાગીદારી 26 ટકા સુધી રાખવાની મંજૂરી આપી દીધી છે.
EPFOનો મહત્વનો નિર્ણય, PFના પૈસા ટ્રાન્સફર કરાવવાની ઝંઝટથી મળશે છૂટકારો
ટાટા અને બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગ ગૃહો હાલમાં નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની ચલાવી રહ્યા છે. એ કારણે ટાટા અને બિરલાની સામે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, હવે તે એનબીએફસી માટે પણ નિયમો કડક કરવા જઈ રહી છે. એનબીએફસીને પણ હવે એ પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે, જેવું બીજી બેંકો માટે છે.

તે સાથે જ ભારતીય રિઝર્વ બેંકે પેમેન્ટ્સ બેંકને 3 વર્ષમાં સ્મોલ ફાઈનાન્સ બેંકમાં બદલવાના પ્રસ્તાવને પણ અભેરાઈએ ચડાવી દીધો છે. એ કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંક જેવી કંપનીઓનું કોમર્શિયલ બેંકિંગ બિઝનેસનું સપનું તૂટી ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, ‘લોકોના સૂચન અને પ્રતિક્રિયા પર વિચાર કર્યા પછી 21 સૂચનોનો સ્વીકાર કરી લેવાયો છે. તે ઉપરાંત અન્ય બધા સૂચનો પર હાલમાં વિચાર કરવામાં આવી રહ્યો છે.’
આ વર્ષે 180%નો ઉછાળો છતાં ત્રણ ફેક્ટર્સ Tata Motorsના શેરને વધુ દોડાવશે
જો વાત 15 વર્ષ જેવા લાંબા ગાળાની કરીએ તો બેંકમાં પ્રમોટરની ભાગીદારી હાલના 15 ટકાથી વધારીને 26 ટકા કરવામાં આવી શકે છે. તેના માટે પેડ અપ વોટિંગ ઈક્વિટી શેર કેપિટલની મદદ લઈ શકાય છે. જે બેંકોના પ્રમોટરે પહેલા જ પોતાનું હોલ્ડિંગ 26 ટકાથી ઓછું કરી લીધું છે, તે હવે બેંકના પેડ વોટિંગ ઈક્વિટી શેર કેપિટલની મદદથી તેને ફરીથી 26 ટકા સુધી નહીં પહોંચાડી શકે. બેંકિંગ રેગ્યુલેટરએ કહ્યું છે કે, પ્રમોટર પોતાની ભાગીદારી 26 ટકાની નીચે રાખી શકે છે.

બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *