coronavirus in Gujarat: ગુજરાતમાં કોરોના વકર્યો: નવા 91 દર્દી નોંધાયા, ઓમિક્રોનના કેસ પણ વધ્યા – coronavirus and omicron cases increase in gujarat 91 new cases register in last 24 hours

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં કોરોનાના 91 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 41 દર્દીઓ સાજા થયા છે
  • અમદાવાદ શહેરમાં નવા 25 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 16 અને વડોદરા શહેરમાં 10 કેસ સામે આવ્યા છે
  • હાલમાં રાજ્યમાં કુલ 637 એક્ટિવ કેસ છે જેમાંથી 9 દર્દી વેન્ટિલેટર પર છે

ગુજરાતમાં કોરોના વાયરસની સાથે સાથે તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ હવે 100ની નજીક પહોંચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 91 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 41 દર્દીઓ સાજા થયા છે. બે વ્યક્તિએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ, 14ના બદલે 28 માર્ચથી શરૂ થશેઅમદાવાદ, સુરત અને વડોદરામાં કેસની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરમાં નવા 25 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 16 અને વડોદરા શહેરમાં 10 કેસ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 8 તો રાજકોટ શહેરમાં 7, વલસાડમાં 6, જામનગર શહેરમાં 5 અને નવસારીમાં 5 કેસ નોંધાયા છે. ગીર સોમના, ખેડા અને વડોદરા જિલ્લામાં 2-2 તથા અમદાવાદ જિલ્લા, કચ્છ, સુરત અને તાપીમાં 1-1 નવો કેસ સામે આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને દેવભૂમિ દ્વારકામાં એક-એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. જેના કારણે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10106 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં કુલ 637 એક્ટિવ કેસ છે જેમાંથી 9 દર્દી વેન્ટિલેટર પર છે. 8,18,051 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. રાજ્યનો રીકવરી રેટ 98.70 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 8,76,83,762 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
બર્થ-ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ, દહેગામ પાસે નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવાનો ડૂબ્યા
ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે
કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં પણ કેસ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદમાં ઓમિક્રોનના 5 નવા કેસ નોંધાયા છે જેના કારણે કુલ કેસની સંખ્યા 7 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં આજે 9 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ નોંધાઈ ચૂક્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *