Coronavirus death compensation in gujarat: રાજ્યમાં કોરોનાના લીધે સ્વજન ગુમાવનારા 347 પરિવારોને ₹1.74 કરોડ વળતર ચૂકવાયું – gujarat government paid compensation to 347 families who lost their loved ones due to covid

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વિવિધ જિલ્લામાં વળતરની ચૂકવણીની કામગીરી માટે 61.25 કરોડની રકમની ફાળવણી કરી દેવામાં આવી છે.
  • વળતર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની અગાઉ ભારે ટીકા કરવામાં આવી હતી.
  • જો કોઈ વ્યક્તિને વળતરની રકમ સામે વાંધો હોય તો તેઓ તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકે છે.

અમદાવાદ: કોરોનામાં મૃત્યુ પામનારા વ્યક્તિઓના પીડિત સ્વજનોને 50,000 રૂપિયા વળતર પેટે ચૂકવવાની કામગીરી તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાથ ધરી છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે 190થી વધુ પાનાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં ગુજરાત તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાથી કુલ 10,092 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી 1250 પીડિતોએ વળતર મેળવવા માટે ફોર્મ ઓથોરિટી સમક્ષ જમા કરાવ્યા છે. જેમાંથી 347 કેસોમાં ચકાસણી સહિતની કામગીરી કર્યા બાદ રાજ્ય સરકારે 1.74 કરોડની રકમની ચૂકવણી કરી છે. જ્યારે અન્ય 925 કેસમાં ચૂકવણીની મંજૂરી આપવામાં આવી છે.’

‘ડેલ્ટા વેરિયંટ કરતાં 6 ગણી વધુ ઝડપથી ફેલાય છે Omicron, રસી લઈ ચૂકેલા પણ થઈ શકે સંક્રમિત’

આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની અગાઉ ભારે ટીકા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજ્ય સરકારે સ્ક્રૂટિની કમિટીનું ગઠન કરતી વખતે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ રાજ્ય સરકારે નવું જાહેરનામું કરીને ભૂલ સુધારી હતી અને તકરાર નિવારણ સમિતિનું ગઠન કર્યું હોવાનું સોગંધનામામાં જણાવ્યું હતું. સાથે જ જણાવ્યું કે, અગાઉ રાજ્ય સરકારે 29 ઓક્ટોબરે વળતરની ચૂકવણીનો જે ઠરાવ કર્યો હતો તેમાં 21 નવેમ્બરે સુધારો કરી દેવાયો છે. જેમાં કોવિડમાં મૃત્યુ પામનારા વ્યક્તિઓના સ્વજનોને વળતરની ચૂકવણી કરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ઉપરાંત જણાવ્યું કે, રાજ્યના મહેસૂલ વિભાગે 20 નવેમ્બરે એક ઠરાવ કર્યો હતો, જેમાં 21 અને 25 નવેમ્બરે જરૂરી સુધારા કરી તમામ જિલ્લાના કલેક્ટરોને વળતર ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે.

કરોડરજ્જુની ગંભીર બીમારીથી ત્રસ્ત હતો યુવક, આખરે સિવિલમાં થઈ સફળ સર્જરી

રાજ્ય સરકારે એવી વિગતો પણ આપી છે કે 25મી નવેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 10,092 વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જોકે, આ આંકડામાં ફેરફાર અપેક્ષિત છે કારણકે ત્રીજી સપ્ટેમ્બરના દિશાનિર્દેશો મુજબ કોવિડથી મૃત્યુની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવી છે. અત્યાર સુધી વળતર મેળવવા માટે 1250 ફોર્મ મળ્યા છે અને વિવિધ જિલ્લામાં વળતરની ચૂકવણીની કામગીરી માટે 61.25 કરોડની રકમની ફાળવણી કરી દેવામાં આવી છે. હજુ સુધી 347 કેસમાં 1.74 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવાયા છે. જો કોઈ વ્યક્તિને 50 હજારની વળતરની રકમ અંગે કોઈ તકરાર હોય તો તેઓ તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *