[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Dec 20, 2021, 9:21 PM
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 817937 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસો 577 છે જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 569 દર્દીઓ સ્ટેબલ છે.

પ્રતીકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 817937 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસો 577 છે જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 569 દર્દીઓ સ્ટેબલ છે.
- રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધી કુલ 2,21,718 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
- રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 817937 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસો 577 છે જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 569 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધી કુલ 2,21,718 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.

કોરોનાની રસી લીધા પછી પણ કેટલાંક લોકો પોઝિટિવ થઈ રહ્યા છે. એક અમેરિકન રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ મળી ગયા છે અને તે પછી પણ તેઓ સંક્રમિત થઈ રહ્યા છે, તો તેમનામાં ‘સુપર ઇમ્યુનિટી’ આવી રહી છે. ઓમિક્રોન વિશે દક્ષિણ આફ્રિકાથી સારા સમાચાર છે. ડેટા દર્શાવે છે કે લોકો આ ચેપથી વધુ ગંભીર નથી થઈ રહ્યા અને માત્ર થોડા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે અને થોડી સંખ્યામાં લોકોને ઓક્સિજનની જરૂર છે. આ એવા સમયે છે જ્યારે દેશના મોટાભાગના લોકો સંપૂર્ણરીતે રસી લગાવી શક્યા નથી. આ સાથે જોડાયેલા સમાચાર શેર કરતા ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ લખ્યું કે તેનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહીએ પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી. સંશોધકોના મતે જો Omicron વેરિયન્ટના વર્તમાન વ્યાપની જેમ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી વર્ષોમાં SARS-CoV2 વાયરસ ફ્લૂ અને સામાન્ય શરદીની જેમ સ્થાનિક રોગ બની જશે. નિષ્ણાતો કહે છે કે જ્યારે વાયરસ વધુ ફેલાય છે પરંતુ તેની તીવ્રતા ઓછી જોવા મળે છે, ત્યારે કહી શકાય કે તે રોગચાળાથી સ્થાનિક તબક્કામાં આગળ વધી રહ્યો છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply