[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817819 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
- જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે.
- એક્ટિવ કેસો 575 છે જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 569 દર્દીઓ સ્ટેબલ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817819 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10101 નોંધાયો છે. એક્ટિવ કેસો 575 છે જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 569 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,42,710 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.

WHOએ જણાવ્યું છે કે, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાના 89 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. દેશમાં પણ ઓમિક્રોનનાં કેસો 100ને પાર પહોંચી ચૂક્યા છે. ગુજરાતમાં પણ ગત રોજ વડોદરામાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા હતા. તેવામાં હવે દેશની રાષ્ટ્રીય કોવિડ-19 સુપરમોડલ કમિટીએ ઓમિક્રોનને લઈને ચેતવણી આપી છે. કમિટીએ કહ્યું છે કે, ઓમિક્રોનને કારણે દેશમાં ત્રીજી લહેર આવશે અને આ લહેર ફેબ્રુઆરી મહિનામાં પીક ઉપર હશે. નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીએ આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં વર્ષની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. દેશમાં હાલ કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 7500ની આસપાસ નોંધાઈ રહી છે, પણ ડેલ્ટા વેરિયન્ટ પર હાવી થતાં ઓમિક્રોનને કારણે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં જોરદાર ઉછાળો આવશે તેવું પણ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીના હેડ વિદ્યાસાગરે જણાવ્યું છે કે, ભારતમાં ઓમિક્રોનને કારણે ત્રીજી વેવ આવશે પણ બીજી લહેર કરતાં તે થોડી નબળી હશે. એએનઆઈ સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં ત્રીજી વેવ આવવાની સંભાવના છે. અને હાલમાં દેશમાં મોટી સંખ્યામાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિ આવી જવાને કારણે બીજી લહેર કરતાં ત્રીજી લહેર પ્રમાણમાં નબળી હશે. પણ ત્રીજી વેવ આવશે તે નક્કી છે. અને એકવાર ઓમિક્રોન દ્વારા ડેલ્ટા વેરિયન્ટને હટાવ્યા બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવશે.
તમે ટેસ્ટ કરી છે ચાંદખેડામાં ફેમસ નવરંગની દાબેલી?
[ad_2]
Source link
Leave a Reply