[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Dec 28, 2021, 9:00 PM
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 34 નવા કેસો નોંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- ખેડામાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત નીપજ્યું છે.
- આજે ગુજરાતમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના કુલ ઓમિક્રોન કેસનો આંકડો 78 પર પહોંચ્યો છે.
- એક્ટિવ કેસો 1420 છે જેમાં 16 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1404 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ 2,20,086 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. જ્યારે સાજા થવાનો દર 98.61 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 818422 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસો 1420 છે જેમાં 16 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1404 દર્દીઓ સ્ટેબલ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 34 નવા કેસો નોંધાયા છે. ખેડામાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત નીપજ્યું છે. આજે ગુજરાતમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના કુલ ઓમિક્રોન કેસનો આંકડો 78 પર પહોંચ્યો છે.

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય બન્યો છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ થશે. રાજ્યાના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ માહિતી આપી છે. મહત્વનું છે કે, કેન્દ્રીય આરોગ્ય સચિવની વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં કોરોના અને ઓમિક્રોન વાયરસને લઈને સમીક્ષા પણ કરવામાં આવી હતી.
મનોજ અગ્રવાલે આગળ વાત કરતા જણાવ્યું કે, રાજ્યભરમાં આગામી 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો, વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષિત કરવા માટે વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. જેમાં જિલ્લાકક્ષાએ આરોગ્ય અધિકારીઓને આયોજન કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. જેના માટે રાજ્યોની વિવિધ શાળાોમાં રૂટિનમાં જે વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે, તેની સાથે જ વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. આ સિવાય હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત શાળાએ ન જતાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન અપાશે. જેના માટે રાજ્યભરમાંથી 30 લાખ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગે એકત્ર કર્યો છે. આના માટે રાજ્ય સરકાર પાસે પૂરતો રસીનો જથ્થો પણ ઉપલબ્ધ છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link