[ad_1]
હાઈલાઈટ્સ:
- કોવિન એપ પર બાળકોના રેજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્લેટફોર્મ પર મોટાઓના રેજિસ્ટ્રેશન જેવી જ હશે
- ફ્રન્ટલાઈન અને હેલ્થ વર્કર્સ માટે પ્રિકોશન ડોઝ અંગે પણ માહિતી જાહેર કરવામાં આવી
- કોમોરબિડિટી ધરાવતા 60 વર્ષથી વધુની વય ધરાવતા લોકોને પણ પ્રિકોશન ડોઝ અપાશે
રસીકરણ અભિયાનના આગામી તબક્કાની મુખ્ય વાતો
– 1 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રેજિસ્ટ્રેશન કરીને Cowin (કોવિન) એપ પર પોતાનો સ્લોટ બૂક કરી શકશે.
– કોવિન એપ પર બાળકોની વેક્સીન માટેની રેજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્લેટફોર્મ પર મોટાઓના રેજિસ્ટ્રેશન જેવી જ હશે.
– કોવિન પ્લેટફોર્મના વડા ડોક્ટર આરએસ શર્માએ જણાવ્યું હતું કે, આધાર અને અન્ય ઓળખ પત્રો સિવાય બાળકો રેજિસ્ટ્રેશન માટે પોતાના 10માં ધોરણના આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
પ્રિકોશન ડોઝ કેવી રીતે આપવામાં આવશે?
– કોમોરબિટિઝ ધરાવતા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ લોકો કે જેમણે કોરોનાના બે ડોઝ લઈ લીધા છે તેમને ડોક્ટરની સલાહ પ્રમાણે 10 જાન્યુઆરી 2022થી 4 પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
– પ્રત્યેક પ્રિકોશન ડોઝની પ્રાથમિકતા અને સિક્વન્સિંગ બીજો ડોઝ લગાવ્યાની તારીખથી 9 મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા થયાના આધારે થશે.
– તમામ નાગરિકોને વેક્સિન સેન્ટર પર કોવિડનો પ્રિકોશન ડોઝ મફતમાં મળશે.
– જે લોકો રૂપિયા ખર્ચી શકે છે તેઓ ખાનગી હોસ્પિટલોના વેક્સીનેશન સેન્ટરોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
પ્રિકોશન ડોઝ માટે કોવિન પર કેવી રીતે થશે રેજિસ્ટ્રેશન?
– હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોમોરબિડિટી ધરાવતા 60 વર્ષથી વધારે ઉંમરના લોકો પોતાના વર્તમાન કોવિન એકાઉન્ટ દ્વારા પ્રિકોશન ડોઝ લઈ શકશે.
– પ્રિકોશન ડોઝ માટે તમામ લાભાર્થીઓની પાત્રતા કોવિન સિસ્ટમમાં નોંધાયેલા બીજા ડોઝની તારીખ પર આધારીત હશે.
– ડોઝનો સમય આવશે ત્યારે કોવિન આવા લાભાર્થીઓને એક એસએમએસ મોકલશે. તેમાં તેઓ ક્યારે વેક્સીન લેવી તે જણાવશે.
ક્રિસમસના દિવસે વડાપ્રધાને કરી હતી જાહેરાત
દેશમાં કોરોનાના વધી રહેલા કેસ અને ઓમિક્રોનની ચિંતા વચ્ચે શનિવારે ક્રિસમસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે ઘણી જાહેરાતો કરી હતી. જેમાં કોરોના વોરિયર્સ માટે બૂસ્ટર ડોઝ આપવા ઉપરાંત 15થી 18 વર્ષની ઉંમરના બાળકોનું રસીકરણ શરૂ થઈ જશે તે જાહેરાત પણ સામેલ હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે 3 જાન્યુઆરીથી 15થી 15 વર્ષની વચ્ચેના બાળકોનું કોરોના વેક્સીનેશન શરૂ થઈ જશે. તેમણે તે પણ જાહેરાત કરી હતી કે 60 વર્ષથી ઉપરના કો-મોરબિડિટી ધરાવતા નાગરિકોને તેમના ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશન ડોઝનો વિકલ્પ ઉપલબ્ધ થશે.
[ad_2]
Source link
Leave a Reply