corona third wave: ડરામણું ચિત્ર: મહારાષ્ટ્રમાં બીજી લહેરથી પણ ભયાનક હશે કોરોનાની ત્રીજી લહેર – maharashtra likely to witness 150 percent more cases in third wave

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સેકન્ડ વેવ તેની પીક પર હતી ત્યારે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 8 લાખથી વધારે હતા
  • થર્ડ વેવમાં આ આંકડો તેનાથી પણ 150 ટકા જેટલો વધારે રહેવાની શક્યતા
  • એકાદ-બે દિવસમાં મહારાષ્ટ્રના પ્રભાવિત જિલ્લામાં કડક નિયંત્રણો લાગુ થઈ શકે

મુંબઈ: એક સમયે કોરોનાનું એપિસેન્ટર બની ચૂકેલી મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર પણ અસામાન્ય રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અડધોડઝન જેટલા જિલ્લામાં નવા કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. તેવામાં સ્થિતિને વધુ વણસતી રોકવા માટે સરકારે કડક નિયંત્રણો મૂકવાની તૈયારી કરી લીધી છે. સીએમ ઉદ્ધવ ઠાકરે આ અંગે એકાદ-બે દિવસમાં જ સરકારે બનાવેલી ટાસ્ક ફોર્સ સાથે મિટિંગ કરે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, નાશિક, પુણે, સોલાપુર, સાંગલી અને સતારામાં કોરોનાને અટકાવવા માટે બનાવાયેલી ગાઈડલાઈનના અમલમાં નિરસતા જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. 14 ડિસેમ્બરે એક્ટિવ કેસોની સંખ્યા 6,481 હતી, જે 28 ડિસેમ્બરે વધીને 11,492 નોંધાઈ છે.

ઓમિક્રોન સામે કેટલું રક્ષણ આપે છે વેક્સિન? હવે સ્પષ્ટ થઈ જશે પિક્ચર
મુંબઈની જ વાત કરીએ તો, એક્ટિવ કેસની સંખ્યા 1,769થી વધીને 5,803 થઈ છે. કેન્દ્ર સરકારના અનુમાન અનુસાર મહારાષ્ટ્રમાં થર્ડ વેવમાં કેસોનો આંકડો બીજી લહેર કરતાં પણ 150 ટકા જેટલો ઉંચો રહી શકે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ સ્થિતિમાં કોરોનાને પ્રસરતો રોકવા યુદ્ધના ધોરણે કામ શરુ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકારે કડક નિયંત્રણો લાદવા પડશે. કેન્દ્ર સરકારે પણ તેના માટે પૂરી તૈયારી કરી લેવા તાકિદ કરી છે.

મહારાષ્ટ્રમાં ત્રીજી વેવને પહોંચી વળવા માટે સરકારે દવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે 4,235 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પહેલી અને બીજી લહેરમાંથી સરકારને ઘણું શીખવા મળ્યું છે. તેવામાં ત્રીજી લહેર સામેની લડાઈમાં ખાસ વાંધો નહીં આવે તેવું હાલ લાગી રહ્યું છે. સ્થિતિને પહોંચી વળવા માટે ફંડ તેમજ સંસાધનોની પણ પૂરતી જોગવાઈ કરી લેવાઈ છે.

રેકોર્ડ ગતિએ દેશમાં કોરોનાના કેસ થઈ રહ્યા છે ડબલ, બીજી લહેર કરતા ગ્રોથ રેટ ફાસ્ટ
મહારાષ્ટ્રમાં સેકન્ડ વેવ તેની ચરમસીમા પર હતી ત્યારે કુલ એક્ટિવ કેસ 8.63 લાખ પર હતા. થર્ડ વેવ દરમિયાન આ આંકડો 13 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. જેમાંથી આઠ લાખ જેટલા દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે જ્યારે પાંચ લાખને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે તેવું સરકારનું અનુમાન છે.

દેશમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 215 કેસ

ઓમિક્રોનનો પહેલો કેસ મળ્યો તેના ગણતરીના દિવસોમાં જ બુધવારે પહેલીવાર દેશમાં 24 કલાકમાં ઓમિક્રોનના 215 કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના કેસમાં થયેલો વધારો 47 ટકા અને બુધવારે 44 ટકા હતો. કોરોના આવ્યો ત્યારથી સળંગ બે દિવસમાં આટલા ઉંચા પ્રમાણમાં પહેલીવાર કેસોની સંખ્યા વધી છે. હાલ નોર્થઈસ્ટ સિવાય 18 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે ગુજરાતમાં પણ નવા કેસની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ હતી. આ સિવાય મહારાષ્ટ્રમાં બુધવારે 3900, કેરળમાં 2846, બંગાળમાં 1089, તમિલનાડુમાં 739, દિલ્હીમાં 923 કેસ નોંધાયા હતા.

[ad_2]

Source link