[ad_1]
હાઈલાઈટ્સ:
- વિતેલા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા
- ઓમિક્રોનના વધતાં ખતરા વચ્ચે દેશમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા
- દેશમાં ઓમિક્રોનના કુલ 151 દર્દીઓ થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54 કેસ
રવિવારે દેશભરમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં નવા 902 કેસ સામે આવ્યા છે. જ્યારે 9 દર્દીઓના મોત થયા છે. રિપોર્ટ મુજબ રવિવારે દેશમાંથી કુલ 7081થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે 2995 કેસ કેરલમાંથી સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં કુલ 264 દર્દીઓએ સંક્રમણથી દમ તોડ્યો છે. જેની સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,77,422એ પહોંચ્યો છે.
બીજી તરફ ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આજે 6 નવા કેસ સામે આવ્યા પછી રાજ્યસ્તરે ઓમિક્રોનથી સંક્રમિત કુલ 54 કેસ થયા છે જ્યારે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 151એ પહોંચી છે. ઓમિક્રોનના વધી રહેલા કેસ ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે, કારણ કે એક દિવસ પહેલા જ શનિવારે નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરને લઇને આશંકા વ્યક્ત કરી છે. કમિટી મુજબ નવા વર્ષની શરૂઆતમાં જ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ શકે છે, જે ફેબ્રુઆરીમાં પીક પર હશે.
વિશ્વસ્તરે નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ 89 દેશોને પ્રભાવિત કરી ચૂક્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન પહેલા જ ઓમિક્રોનને લઇને ચેતવણી આપી ચૂક્યું છે. જેની વાસ્તવિક પરિસ્થિતિ દક્ષિણ આફ્રિકાના દેશો અને પછી બ્રિટનમાં જોવા મળી રહી છે. WHOની ચેતવણી મુજબ ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીએ ઝડપથી ફેલાય છે અને વેક્સિન લઇ ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. આ બંને સ્થિતિ હાલમાં બ્રિટનમાં જોવા મળી રહી છે. જ્યાં એક દિવસના અંતરે કેસ ત્રણ ગણા વધ્યા છે. બ્રિટન સિવાય યુરોપના અનેક દેશોમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. જેને વિશ્વના નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની દ્રષ્ટિએ જોઇ રહ્યા છે.
[ad_2]
Source link
Leave a Reply