corona cases in Ahmedabad: અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, એક દિવસમાં 500થી વધુ કેસ નોંધાયા – 559 new corona cases register in ahmedabad in single day

[ad_1]

સમગ્ર દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ દૈનિક કેસ 1000ને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1069 કેસ સામે આવ્યા છે. જેમાંથી અડધા કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

અમદાવાદમાં કોરોના ઉપરાંત તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં રાજ્યમાં ઓમિક્રોનના 136 કેસ છે તેમાંથી 50 કેસ અમદાવાદમાં છે. ત્યારબાદ બીજા ક્રમે વડોદરા અને સુરત કોર્પોરેશન આવે છે જ્યાં અનુક્રમે 23 અને 16 કેસ નોંધાયા છે. આણંદમાં 13 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટઃ દૈનિક કેસનો આંકડો 1000ને પાર, એકનું મોતહાલમાં રાજ્યમાં બે જ શહેર એવા છે જ્યાં કોરોનાના દૈનિક કેસ ત્રણ આંકડાને પાર થઈ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 559 કેસ નોંધાયા છે તો બીજા ક્રમે સુરત કોર્પોરેશન છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 156 કેસ સામે આવ્યા છે. આમ અમદાવાદ અને સુરતમાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. જોકે, ગુજરાત માટે હાલ રાહતની વાત એ છે કે મૃત્યુઆંક વધી રહ્યો નથી. તેમાં પણ ઓમિક્રોનથી અત્યાર સુધી રાજ્યમાં એક પણ મોત નોંધાયું નથી.

સ્કૂલોમાં ધોરણ 1થી5ના વર્ગો બંધ કરવા માંગ
કોરોના વાયરસનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ધોરણ 1થી 5નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાની માંગણી કરી છે. કેસો વધતા હોય તો તબક્કાવાર અન્ય ધોરણોમાં પણ પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકો માટે 3 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન
અમદાવાદમાં માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 29 થઈ
અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી)ના આરોગ્ય વિભાગે શુક્રવારે આઠ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા અને આ સાથે શહેરમાં કુલ એક્ટિવ માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. આ શાહીબાગ, ગોતા, વાસણા, નવરંગપુરા, ન્યૂ રાણીપ અને નિકોસમાં સ્થિત છે. 191 રહેવાસીઓ સાથેના કુલ 44 ઘર માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાં છે. ગુરુવારે, એએમસીએ સેટેલાઈટ, વસ્ત્રાપુર, જોધપુર અને મકરબા સહિતના વિસ્તારોમાં 10 નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.

[ad_2]

Source link