[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Nov 29, 2021, 11:18 AM
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં સામે આવેલી માહિતી મુજબ ગુજરાતમાં સેફ સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ વધી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- શહેરી વિસ્તારમાં ગ્રામ્ય કરતા વધુ જાગરુક્તા જેના કારણે કોન્ડોમનો ઉપયોગ વધ્યો.
- ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કુટુંબ નિયોજનની જવાબદારી સ્ત્રીઓના શીરે કારણ પુરુષો કોન્ડોમથી દૂર
- 2015-16માં જે ટકાવારી 4.8ૃ9 ટકા હતી તે 2020માં 11.4 ટકા થઈ ગઈ.
શહેરી વસ્તીમાં, કોન્ડોમનો ઉપયોગ 16.8% હતો જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે અડધાથી ઓછો એટલે કે 7.5% રહ્યો હતો. શહેરી અને એકંદર આ બંને આકંડાઓ અનુક્રમે 13.6% અને 9.5% ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધારે હતા. ગ્રામીણ વિસ્તારો માટે તે 7.6% ની રાષ્ટ્રીય સરેરાશ જેટલા હતા, જે શહેરી વસ્તીમાં જાગૃતિ અને વપરાશમાં વધારો દર્શાવે છે. જોકે તેમ છતાં કુટુંબ નિયોજન માટે સ્ત્રી નસબંધી 35.9% સાથે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ રહી, જ્યાં શહેરી વિસ્તારોમાં 29.1%ની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં 40.8% હિસ્સો છે. આ પરિણામો રાષ્ટ્રીય સરેરાશની પણ નજીક હતા.
ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (FOGSI)ના તાત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ અને અમદાવાદ સ્થિત ગાયનેકોલોજિસ્ટ ડૉ. અલ્પેશ ગાંધીએ જણાવ્યું હતું કે પરિણામો પ્રોત્સાહક છે.
“પરંપરાગત રીતે સ્ત્રીઓ કુટુંબ નિયોજનનો ભાર સહન કરે છે – અને સર્વેક્ષણ દર્શાવે છે કે સ્ત્રીઓ કાં તો નસબંધીમાંથી પસાર થાય છે અથવા કોપર ટી જેવા ઈન્ટ્રાયુટેરિન ડિવાઈ (IUD) મૂકાવવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ માટેનું મુખ્ય કારણ તેમના પુરૂષ ભાગીદારોની કોન્ડોમનો ઉપયોગ કરવા માટેની અનિચ્છા છે.” તેમ તેમણે જણાવ્યું હતું. “પરંતુ અમારો ક્લિનિકલ અનુભવ દર્શાવે છે કે સંસ્થાકીય ડિલિવરીમાંથી પસાર થતી સ્ત્રીઓ ઘણીવાર કુટુંબ નિયોજનની પદ્ધતિઓ વિશે વધુ જાગૃત હોય છે. ગુજરાતમાં 90% થી વધુનો સંસ્થાકીય ડિલિવરી દર છે જે ખૂબ જ ઊંચો છે. આમ, કોન્ડોમના ઉપયોગના વધારામાં જાગૃતિએ પણ ભાગ ભજવ્યો હશે.”
તમન્નાએ વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ટી શર્ટમાં ફેન્સને ઘેલા કર્યા
અગાઉના સર્વેક્ષણ દર્શાવે છે કે કોન્ડોમના વેચાણમાં વાર્ષિક 2%થી ઓછો વધારો થાય છે અને તે એકંદરે ગર્ભનિરોધકમાં સૌથી વધુ લોકપ્રિય નથી. અન્ય એક સર્વે દર્શાવે છે કે માત્ર 7% સ્ત્રીઓ અને 27% પુરૂષોએ લગ્ન પહેલાના સેક્સમાં ક્યારેય કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો અને ‘સલામત સેક્સ’ માટે અન્ય પદ્ધતિઓ પર આધાર રાખ્યો હતો.
પ્રજનન સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર મહિલાઓ સાથે નજીકથી કામ કરતી શહેર સ્થિત NGO CHETNA ના ડિરેક્ટર પલ્લવી પટેલે જણાવ્યું હતું કે ગર્ભનિરોધક વિશે વધુ વાત કરવી એ સમયની જરૂરિયાત છે. “અમારો ક્ષેત્રનો અનુભવ કહે છે કે કોન્ડોમ હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય નથી જ્યાં પુરુષો તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કરે છે. પરંતુ સર્વેક્ષણમાં દર્શાવ્યા મુજબ તે મોટી યુવા વસ્તી સાથે સંબંધિત હોઈ શકે છે જે જાતીય સ્વાસ્થ્ય અને કુટુંબ આયોજન બંને માટે ગર્ભનિરોધકના ઉપયોગ વિશે વધુ જાગૃત છે.” તેમ તેમણે જણાવ્યું હતું.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply