[ad_1]
હાઈલાઈટ્સ:
- ઉત્તર ભારતમાં ઠંડા પવનના કારણે સમગ્ર ગુજરાતાં હાડ થીડવતી ઠંડી
- કચ્છ જિલ્લાના વિસ્તારોમાં બે દિવસ કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની આગાહી
- અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રીએ જવાની શક્યતા
ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ હિમવર્ષા થઈ રહી છે અને તેની અસર આસપાસના રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં શીતલહેર ફરી વળી છે. આગામી દિવસોમાં વધારે ઠંડી પડવાની આગાહી છે.
બુધવારે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં 17 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે. ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં તીવ્ર કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્ર-રાજકોટ, પોરબંદર અને જૂનાગઢના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસ શીતલહેરની સ્થિતિ યથાવત્ રહેશે’, તેમ આઈએમડીની આગાહીમાં કહેવામાં આવ્યું છે.
હવમાન વિભાગે આ સિવાય જણાવ્યું હતું કે, અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવમાં આગામી 3-4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી પણ કરી હતી. આઈએમડીએ ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જ્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 4 ડિગ્રીથી નીચે જવાની આગાહી છે.
ઠંડીના કારણે લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય વહેલી સવારે અને મોડી રાતે લોકો તાપણું કરતા પણ જોવા મળે છે.
[ad_2]
Source link
Leave a Reply