class 1to5 schools reopening in gujarat: ધો. 1થી5ની સ્કૂલો શરૂ કરવાની એકાએક જાહેરાત કરી દેવાતાં વાલીઓ-સંચાલકોમાં રોષ! – eyebrows raise over sudden decision of reopening class 1to5 schools in gujarat

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શિક્ષણ મંત્રીએ એકાએક ધો. 1થી5ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતાં તર્કવિતર્ક.
  • વાલીઓ-શાળા સંચાલકો સાથે ચર્ચા વિના જ સરકારે નિર્ણય લઈ લેતાં રોષ.
  • સંચાલકોનું કહેવું છે કે, સ્કૂલો ખોલવાની જાહેરાત પહેલાં એક અઠવાડિયા જેટલો સમય આપવો હતો.

અમદાવાદ: રાજ્યમાં ધોરણ 1થી5ની સ્કૂલો સોમવારથી શરૂ કરવાની જાહેરાત રવિવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. માર્ચ 2020 પછી સળંગ 18 મહિના પ્રાઈમરી સ્કૂલો બંધ રહ્યા પછી સોમવારથી શરૂ થઈ રહી છે. સરકારે અચાનક જ એકતરફી નિર્ણય કરીને સોમવારથી જ સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરતાં સંચાલકો અને વાલીઓમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સ્કૂલો શરૂ કરતાં પહેલા એક અઠવાડિયાનો સમય આપવામાં આવતો હોય છે. પણ શિક્ષણ મંત્રીએ એકાએક જાહેરાત કરી દેતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.

માતા સતત ફોન પર કોઈની સાથે વાતો કરતી રહેતી, મામાને ફરિયાદ કરી તો ભાણાને સળિયાથી ફટકાર્યો

કોરોના મહામારીના કારણે રાજ્યમાં માર્ચ 2020થી પ્રાથમિક સ્કૂલો બંધ કરાઈ હતી. જે બાદ કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં તબક્કાવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરાઈ હતી. ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. મોટા વર્ગોની સ્કૂલો ખુલી જતાં ધોરણ 1થી5ના વર્ગો ક્યારે શરૂ થશે તે અંગેની અટકળો શરૂ થઈ હતી. આ ધોરણની સ્કૂલો શરૂ કરી શકાય કે કેમ તે નિર્ણય લેવા માટે સરકારે અલગથી કમિટીની રચના પણ કરી હતી. વાલીઓ અને સંચાલકો સ્કૂલો ક્યારથી શરૂ થશે તેવી રજૂઆત કરતાં યોગ્ય સમયે પ્રાથમિક સ્કૂલો શરૂ કરાશે તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી.

સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, હવે સ્કૂલો ખુલવાની જાહેરાત થતાં શાળા સંચાલકો કહે છે કે, શિક્ષણમંત્રીએ રવિવારે રજાના દિવસે સોમવારથી સ્કૂલ શરૂ કરશે તેવી જાહેરાત કરતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. સંચાલકો કહે છે કે, સ્કૂલો શરૂ કરવા માટે એક સપ્તાહની મુદ્દત આપવી પડે તેમ છે કારણકે છેલ્લા 18 મહિનાથી સ્કૂલો બંધ હતી. સેનિટાઈઝેશન સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં સોમવારથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત ભારે મુશ્કેલી ઊભી કરી છે. મોટાભાગની સ્કૂલોના વર્ગો અવાવરુ અને સાફ કર્યા વિનાના પડ્યા છે. 24 કલાકમાં સ્કૂલો સાફ કરાવીને સેનિટાઈઝ કરાવી શક્ય નથી. ઉપરાંત જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલો મોકલવા માગે છે તેમની પાસેથી બાંહેધરી લેવાની હોય છે અને તેનો નમૂનો પણ સ્કૂલોએ વાલીઓને આપવાનો રહે છે.

‘તમે એકતરફી જાહેરાતનો રસ્તો પસંદ કર્યો, અમે નિરાશ છીએ’, કિશાન મોરચાનો પીએમને પત્ર

સોમવારથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે આ પ્રકારની કામગીરી પણ થઈ શકે તેમ નથી. સરકારે સ્કૂલો શરૂ કરતાં પહેલા સંચાલકો-વાલીઓ સાથે પરામર્શ કે વાટાઘાટો કરી નથી. સંચાલકોનું કહેવું છે કે, સરકારને એવી તો શી મજબૂરી છે કે, જેમને સીધી અસર થવાની છે તેવા વાલીઓ, સંચલકો કે અન્ય સંબંધિત લોકોને જાણ કર્યા વિના સોમવારથી જ સ્કૂલો શરૂ થશે તેવી જાહેરાત કરવી પડે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *