[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Nov 25, 2021, 7:05 PM
અમદાવાદમાં વીજચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ-પોલીસ પર હુમલો થયો હતો.

પ્રતીકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- અમદાવાદમાં વીજચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
- આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો.
- દરિયાપુરમાં પથ્થરમારાની ઘટનાનો વિવાદ વકરતા વધુ પોલીસને ઘટનાસ્થળે હાજર રાખવામાં આવી છે.
એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, અમદાવાદમાં વીજચોરી મામલે દરિયાપુર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન ટોરેન્ટના કર્મચારીઓ અને પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. દરિયાપુર વિસ્તારમાં પથ્થરમારાની આ ઘટનામાં ટોરેન્ટના ચાર કર્મચારીઓ અને પોલીસના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાં અન્ય પોલીસ કાફલો બોલવવાની ફરજ પડી હતી. દરિયાપુરમાં પથ્થરમારાની ઘટનાનો વિવાદ વકરતા વધુ પોલીસને ઘટનાસ્થળે હાજર રાખવામાં આવી છે.
વધુ મળતી માહિતી મુજબ, ટોરેન્ટ વિભાગને એવી જાણકારી મળી હતી કે દરિયાપુર વિસ્તારમાં કેટલાંક લોકો વીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારોમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી. દરમિયાન કેટલાંક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતાં અન્ય પોલીસની ટીમને પણ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધીને તેમની સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વધુ મળતી માહિતી મુજબ, મામલો થાળે પાડવા સ્થાનિક નેતાની મદદ લેવામાં આવી હતી.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply